Site icon Revoi.in

SBIએ ગ્રાહકોને કર્યા એલર્ટ, કહ્યું આ એપ્સ ભૂલથી પણ ના કરશો એક્સેસ, બાકી ખાતુ થઇ જશે ખાલી

Social Share

નવી દિલ્હી: કોરોના વાયરસની બીજી લહેર કહેર મચાવી રહી છે, જેને કારણે લોકો હવે રોકડને બદલે પ્લાસ્ટિક મની તરફ વળ્યા છે. તે જેટલું સુરક્ષિત છે એટલું જ જોખમી પણ છે. જો તમે પણ આ એપ્સનો ઉપયોગ કરશો તો તમારું ખાતું ખાલી થઇ શકે છે.

બેંકે ટ્વિટના માધ્યમથી પોતાના ગ્રાહકોને સતર્ક કરતા કહ્યું છે કે, તે પોતાના બેન્કિંગ વિવરણની જાણકારી કોઇ સાથે શેર ના કરે અને ના કોઇને કોમ્પ્યુટર કે ફોન દ્વારા બેંક ખાતા સુધી પહોંચવા દે. સતર્ક અને સુરક્ષિત રહો. જો કોઇ ઇમરજન્સીમાં ફંડ ટ્રાન્સફર કરવાનું થાય છે તો અમારી ડિજીટલ બેન્કિંગ એપ યોનો અને ભીમ સેવાનો જ ઉપયોગ કરો.

કોરોનાના આ કપરા કાળમાં બેંક ફ્રોડના કિસ્સાઓ પણ વધ્યા છે. લોકોને છેતરવા માટે ઢગો રોજ નવા નવા કિમીયાઓ અપનાવે છે. મની ટ્રાન્સફર અને ફેક બેંક અધિકારી બનીને ફોન કરે છે. તેથી SBIએ આ પ્રકારના કિસ્સાઓથી પણ સાવધ રહેવા તેમના ગ્રાહકોને કહ્યું છે.

બેંકે વીડિયો શેર કરતા કહ્યું છે કે, આ ઠગ ગ્રાહકો પાસે KYC ડોક્યુમેન્ટ માગવા સિવાય ક્વિક વ્યુ એપ દ્વારા તેમના સ્માર્ટફોનને એક્સેસ કરવાનો પ્રયાસ કરે છે. કેવાયસીના નામ પર બધી જાણકારીઓ લઇ લે છે અને ગ્રાહકના એકાઉન્ટમાંથી પૈસા ગાયબ થઇ જાય છે.

ફ્રોડથી આ રીતે બચો

ફ્રોડથી બચવા માટે ગ્રાહકોને સાવધાન રહેવાની આવશ્યક્તા છે. જો તમને ક્યારેય પણ કોઇ કોલ આવે છે તો કોલ કટ કરીને નંબર બ્લોક કરી દો. સાથે જ તે પણ ધ્યાન રાખો કે કોઇપણ અજાણ્યા વ્યક્તિને કોમ્પ્યુટર કે મોબાઇલ એક્સેસ ના કરવા દો.

(સંકેત)