Site icon Revoi.in

SBI સહિત દેશની આ સરકારી-ગ્રામીણ બેંકો આગામી 5 દિવસ સુધી રહેશે બંધ, આ છે કારણ

Social Share

નવી દિલ્હી: જો તમારું ખાતું દેશની આ કોઇ સરકારી કે ગ્રામીણ બેંકમાં છે તો આપના માટે એક મોટા સમાચાર છે. કારણ કે આ બેંકોમાં આગામી 5 દિવસ સુધી કામ નહીં થાય એટલે કે બેંક બંધ રહેશે. તેનું કારણ સાપ્તાહિક રજા, શિવરાત્રિ અને હડતાળ છે. તો આપ આજે જ રોકડની વ્યવસ્થા કરી લો. આ ઉપરાંત જો આપને બેંક સંબંધિત કોઇ કામકાજ હોય તો આજે જ પૂરા કરી દો.

ગુરુવારે એટલે કે આવતીકાલે 11 માર્ચે મહાશિવરાત્રિનું પર્વ હોવાને કારણે દેશના અનેક રાજ્યોમાં બેંકોમાં રજા રહેશે. આ ઉપરાંત 13 માર્ચે મહિનાનો બીજો શનિવાર છે, જેના કારણે બેંકોમાં કામગીરી નહીં થાય. રવિવાર એટલે કે 14 માર્ચે પણ બેંકો બંધ રહેશે. બાદમાં 15 અને 16 માર્ચે બેંકોની હડતાળ છે. જેને કારણે બેંકો બંધ રહેશે. એટલે કે બેંક 5 દિવસ સુધી બંધ રહેશે.

કેન્દ્ર સરકારની નીતિઓના વિરોધમાં બેંકોના કર્મચારીઓ હડતાળ કરી રહ્યા છે. સરકારી બેંકોનું ખાનગીકરણ કરવાની યોજનાનો આ તમામ કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે. આ કારણથી બેંક કર્મચારીઓ અને અધિકારીઓના યૂનિયને આગામી 15 અને 16 માર્ચે હડતાળ પર જવાની નોટિસ આપી છે.

તે ઉપરાંત યૂનાઇટેડ ફોરમ ઑફ બેંક યુનિયને આ હડતાળનું આહવાન આપ્યું છે. તેમાં કર્મચારીઓ અને અધિકારીઓની લગભગ તમામ સંગઠન સામેલ છે. આ ઉપરાંત ગ્રામીણ બેંક પણ આ હડતાળમાં સામેલ થવાની છે.

9 બેંક યૂનિયનના કેન્દ્રીય સંગઠન યૂનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયને આ બંધનું આહવાન કર્યું છે. આ હડતાલના કારણે સરકારી બેંકોનું કામકાજ ઘણું પ્રભાવિત થશે. એવામાં બેંકના પોતાના જરૂરી કામ તમે 13 માર્ચ પહેલા જ પૂરા કરી લેવા જોઈએ.

(સંકેત)