Site icon Revoi.in

SBIના ગ્રાહકો માટે મહત્વના સમાચાર, બેંકે કેશ વિડ્રોઅલના નિયમોમાં કર્યો ફેરફાર

Social Share

નવી દિલ્હી: દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાએ તેના ગ્રાહકો માટે કેટલાક નિયમોમાં ફેરફાર કર્યો છે. SBIએ નોન-હોમ બ્રાંચમાંથી કેશ વિડ્રોઅલની લિમિટમાં ફેરફાર કર્યો છે. ગ્રાહકો પોતાની નજીકની બ્રાંચમાંથી વધારે રકમ ઉપાડી શકે તે હેતુસર આ ફેરફાર કરાયો છે. SBIએ ટ્વિટરના માધ્યમથી જણાવ્યું હતું કે, બેંકે નોન-હોમ બ્રાંચમાંથી પૈસા ઉપાડવાની મર્યાદા વધારી દીધી છે. આ ફેરફાર માત્ર 20, સપ્ટેમ્બર 2021 સુધી માન્ય રહેશે.

નવા નિયમો અનુસાર, સેવિંગ બેંક પાસબૂકની સાથે વિડ્રોઅલ ફોર્મ દ્વારા તમારા નામે દૈનિક 25 હજાર રૂપિયા ઉપાડી શકો છો. ગ્રાહકો ચેક દ્વારા તેમના નામે દરરોજ 1 લાખ રૂપિયા ઉપાડી શકે છે. થર્ડ પાર્ટી દ્વારા પૈસા ઉપાડની મર્યાદા 50 હજાર કરાઇ છે.

બેંક ઑફ બરોડોમાં ચેકથી પેમેન્ટ સિસ્ટમ બદલાઇ જશે

બેંક ઓફ બરોડામાં 1 જૂનથી ચેકથી પેમેન્ટ કરવાની રીત બદલાઈ જશે. છેતરપિંડીથી બચાવવા માટે બેંકે ગ્રાહકો માટે પોઝિટિવ પે કન્ફર્મેશન ફરજિયાત કર્યું છે. આ સિસ્ટમને લાગુ કરવાનો હેતુ ચેક દ્વારા થતી છેતરપિંડીને રોકવાનો છે. ગ્રાહકોને પોઝિટિવ પે સિસ્ટમ અંતર્ગત ચેકની ડિટેલ્સ રિકન્ફર્મ કરવી પડશે, જ્યારે તેઓ 2 લાખ રૂપિયા અથવા એનાથી વધુનો ચેક આપે છે.

નોંધનીય છે કે, પોઝિટિવ પે સિસ્ટમ અંતર્ગત ચેક જારી કરનારને એ ચેકથી સંબંધિત કેટલીક જાણકારી ઈલેક્ટ્રોનિક રીતે ચુકવણી કરતી બેંકને આપવી પડશે. આ જાણકારી SMS, મોબાઈલ એપ, ઈન્ટરનેટ બેંકિંગ અથવા ATM દ્વારા આપવામાં આવી શકે છે.