Site icon Revoi.in

SBIના ખાતાધારકો માટે મહત્વના સમાચાર, હવે બેંક FD પર મળશે વધુ વ્યાજ

Social Share

જો તમે પણ SBIના ખાતાધારકો છો તો તમારા માટે એક સારા સમાચાર છે. હવે SBIના ખાતાધારકોને 2 વર્ષથી ઓછા સમયમાં પાકતી FD પર હવે 5.1 ટકા વ્યાજ મળશે.

SBIએ FDના વ્યાજદરમાં જે વધારો કર્યો છે તે 15 જાન્યુઆરીથી લાગુ થયો છે. 2 વર્ષથી ઓછા સમયમાં પાકતી FD પર વ્યાજ 5.1 ટકા હશે. SBI લોંગ ટર્મ ડિપોઝિટ હેઠળ ગ્રાહકોને 5.40 ટકાના દરે વ્યાજ ચૂકવવામાં આવે છે. આમાં ફિક્સ્ડ ડિપોઝિટની મુદત 5 વર્ષથી 10 વર્ષ સુધીની હોય છે.

જો તમારું ખાતું દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે SBIમાં છે, તો આ સમાચાર તમારા માટે છે. SBIએ ફિક્સ્ડ ડિપોઝિટ એટલે કે FDના વ્યાજ દરમાં વધારો કરવાની જાહેરાત કરી છે. તાજેતરમાં, ખાનગી ક્ષેત્રની HDFC બેંકે પણ FDના વ્યાજ દરમાં વધારો કર્યો છે.

બેંકે એક વર્ષ કે તેથી વધુ અને બે વર્ષથી ઓછી મુદતની ફિક્સ્ડ ડિપોઝીટ પર વ્યાજ દરમાં વધારો કર્યો છે. બેંકે આ સમયગાળા માટે FD પરના વ્યાજ દરમાં 10 બેસિસ પોઈન્ટ એટલે કે 0.10 ટકાનો વધારો કર્યો છે. હવે SBI એક વર્ષ કે તેથી વધુ અને બે વર્ષથી ઓછા સમયમાં પાકતી ફિક્સ્ડ ડિપોઝિટ પર 5 ટકાને બદલે 5.1 ટકા વ્યાજ આપશે.

આપને જણાવી દઇએ કે નવા દરો શનિવાર (15 જાન્યુઆરી 2022)થી લાગુ થઈ ગયા છે. આ વ્યાજ દરો રૂ. 2 કરોડથી ઓછી એફડી માટે છે. બીજી તરફ, એક વર્ષ કે તેથી વધુ અને બે વર્ષથી ઓછી એફડી પર, વરિષ્ઠ નાગરિકોને હવે 5.50 ટકાના બદલે 5.6 ટકા વધુ મળશે. અહીંયા મહત્વની વાત એ છે કે બેંકે અન્ય ટર્મ એફડીના વ્યાજ દરમાં કોઈ ફેરફાર કર્યો નથી.