Site icon Revoi.in

SBIના ગ્રાહક છો? તો આ ન્યૂઝ વાંચી જજો અન્યથા થશે અસર

Social Share

નવી દિલ્હી: જો તમે SBIના ગ્રાહક છો તો તમારા માટે મહત્વના સમાચાર છે. SBI પોતાના ગ્રાહકો માટે ઉપલબ્ધ બેન્કિંગ સેવાઓના નિયમોમાં 1 જુલાઇ 2021થી કેટલાક મોટા ફેરફાર કરવા જઇ રહી છે. SBIના નવા નિયમ અંતર્ગત ગ્રાહકો ચાર વખત જ ATM અને બેંકની કોઇપણ બ્રાન્ચથી સર્વિસ ચાર્જ વગર લેવડદેવડ કરી શકશે. તે ઉપરાંત જો કોઇ ગ્રાહક ATM અથવા અન્ય બ્રાન્ચમાંથી રૂપિયા ઉપાડે છે તો તેને સર્વિસ ચાર્જ ચૂકવવો પડશે.

SBIનું બેસિક સેવિંગ્સ બેંક ડિપોઝીટ એકાઉન્ટ ધરાવતા ગ્રાહકો માટે આ નવા નિયમો છે. BSBDને ઝીરો બેલેન્સ સેવિંગ એકાઉન્ટ પણ કહેવામાં આવે છે અને ગ્રાહકોએ તેમાં મિનિમમ બેલેન્સ રાખવાની જરૂર નથી પડતી. દેશમાં ગરીબ વર્ગને પ્રોત્સાહિત કરવા માટે કોઇપણ ચાર્જ વગર આ એકાઉન્ટ ખોલવાની સુવિધા ઉપલબ્ધ કરાવાઇ છે.

એસબીઆઈ અનુસાર BSBD એકાઉન્ટ હોય તોવા ગ્રાહકો બ્રાન્ચ અને એટીએમમાંથી હવે માત્ર મર્યાદિત સંખ્યા એટલે કે ચાર વખત જ કોઈપણ સર્વિસ ચર્જ વગર રૂપિયા ઉપાડી શકશે. ત્યાર બાદ જો કોઈ ગ્રાહક એટીએમ અથવા બ્રાન્ચમાંથી રૂપિયા ઉપાડે છે તો તેને સર્વિસ ચાર્જ ચૂકવવો પડશે. આ સર્વિસ ચાર્જ દરેક ટ્રાન્ઝેક્શન પર 15 રૂપિયા ઉપરાંત જીએસટી હશે. આ નિયમ એક જુલાઈ 2021થી લાગુ થસે. એસબીઆઈ ઉપરાંત કોઈપણ અન્ય એટીએમમાંથી રૂપિયા ઉપાડવા પર પણ આ નિયમ લાગુ થશે.

એસબીઆઈએ એક જુલાઈ 2021થી BSBD એકાઉન્ટ હોય તેવા ગ્રાહકો માટે ચેકબુકનો ઉપયોગ મર્યાદિત કરતા નિયમોમાં મોટા ફેરફાર કર્યા છે. હવે એક નાણાંકીય વર્ષમાં ગ્રાહક કોઈપણ સર્વિસ ચાર્જ વગર માત્ર 10 પેજની જ ચેકબુકનો ઉપયોગ કરી શકશે. ત્યાર બાદ હવે 10 પેચની ચેકબુક માટે ગ્રાહકોએ 40 પ્લસ જીએસટીનો ચાર્જ ચૂકવવો પડશે. જ્યારે 25 પેજની ચેકબુક જોઈતી હશે તો 75 રૂપિયા પ્લસ જીએસટી આપવો પડશે.