- શ્રીનગરના લોકોને SBIએ આપી મોટી ભેટ
- ડાલ લેક બોટહાઉસમાં SBIએ Floating ATM મૂક્યું
- તેનાથી ખાસ કરીને ત્યાં ફરવા જતા પ્રવાસીઓને ફાયદો થશે
નવી દિલ્હી: દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાએ એક નવી પહેલ અને નવી શરૂઆત કરી છે. SBIએ શ્રીનગરના ડાલ લેક ર હાઉસબોટ પર ATM ખોલ્યું છે. તેનાથી ખાસ કરીને ત્યાં ફરવા જતા પ્રવાસીઓને ફાયદો થશે. જે પ્રવાસીઓને રોકડની જરૂર હોય તે ATMમાંથી રોકડ ઉપાડી શકશે.
SBI opened an ATM on a Houseboat at #DalLake, Srinagar for the convenience of locals & tourists. It was inaugurated by the Chairman, SBI, on 16th August. The #FloatingATM in the popular Dal Lake fulfills a long-standing need & will be an added attraction to the charm of Srinagar. pic.twitter.com/nz3iddHIdp
— State Bank of India (@TheOfficialSBI) August 19, 2021
શ્રીનગરના લોકોને SBIએ એક શાનદાર ભેટ આપી છે. 16 ઑગસ્ટના રોજ SBIએ શ્રીનગરના પ્રખ્યાત ડાલ લેકમાં હાઉસબોટ પર એક એટીએમ ખોલ્યું છે. SBIના ચેરમેન દિનેશ ખરેએ આ ATMનું ઉદ્વાટન કર્યું હતું.
ATM ફ્લોટિંગ હોવાથી પ્રવાસીઓની રોકડની જરૂરિયાતો પૂરી કરવાની સાથોસાથ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
આ અનોખી પહેલને લઇને SBIએ પોતાના ટ્વીટર હેન્ડલ પરથી ટ્વિટ પણ કર્યું છે.
આપને જણાવી દઇએ કે, અગાઉ વર્ષ 2004માં SBIએ કેરળમાં ફ્લોટિંગ એટીએમ શરૂ કર્યું હતું. આ તરતું એટીએમ કેરળ શિપિંગ એન્ડ ઇનલેન્ડ નેવિગેશન કોર્પોરેશનની ઝંકાર યાટ પર ખોલવામાં આવ્યું હતું.