- ટેલિકોમ કંપનીઓ પાસેથી AGR પેટે બાકી નીકળતી રકમની વસૂલાતનો મામલો
- સુપ્રીમ કોર્ટે ટેલિકોમ કંપનીઓ પાસેથી AGRની વસૂલાત અંગેનો ચૂકાદો રાખ્યો અનામત
- ભારતી એરટેલ, વોડાફોન આઇડિયાએ AGR ચૂકવણીમાં રાહત માટે SCમાં કરી હતી અપીલ
સુપ્રીમ કોર્ટમાં આજે ટેલિકોમ કંપનીઓ પાસેથી એડજસ્ટેડ ગ્રોસ રેવેન્યૂ પેટે બાકી નીકળતી રકમની વસૂલાત અંગેના કેસની સુનાવણી હાથ ધરાઇ હતી. જો કે સુપ્રીમે સુનાવણી દરમિયાન નાદાર થનાર ટેલિકોમ કંપનીઓ પાસેથી બાકી AGSની વસૂલાત અંગેનો ચૂકાદો અનામત રાખ્યો છે.
સુપ્રીમ કોર્ટના તારણોઃ-
- નાદારી થવાની ઘટના એ ટેલિકોમ કંપનીઓ દ્વારા બાકી એજીએસની ચૂકવણીથી બચવાનો માર્ગ છે. શુ એક સંપત્તિ (સ્પેક્ટ્રમ) જે ટેલિકોમ કંપનીઓ પાસેથે સંલગ્ન નથી, શું તેને નાદારીના કાયદા હેઠળ વેચી શકાય?
- જો બાકી વસૂલાત માફ કરવામાં આવે તો સરકારે લાઇસન્સ, સ્પેક્ટ્રમ રદ કરવા જોઈએ. જો ટેલિકોમ કંપનીઓ ચૂકવવા તૈયાર ન હોય, તો અમે સ્પેક્ટ્રમ ફાળવણીને રદ કરીશું. ટેલિકોમ વિભાગ આ પ્રકારની સમસ્યાને કેવી રીતે ઉકેલશે?
- તમે કોઈની સંપત્તિ કેવી રીતે વેચી શકો છો? આનાથી બાકી લેણાઓ માફ થઇ જશે, નવી પાર્ટી તમામ મુશ્કેલીઓ, જવાબદારીઓથી મુક્ત થઇ જશે, આવી રીતે સરકારને બાકી લેણાં માફ કરવાની પરવાનગી નથી.
- આ સમગ્ર કેસ એવો છે, જેમાં કોઇ વ્યક્તિ પોતાનું મકાન ભાડૂતને ભાડે આપે છે અને ભાડુઆત આઇબીસી હેઠળ તમારું મકાન વેચે છે.
- નવી વ્યક્તિ એસેટ્સ હસ્તગત કરશે, જે બાકી લેણાં અને જવાબદારીઓથી મુક્ત થશે.
- જો સ્પેક્ટ્રમ રદ કરવામાં આવે તો તેણે ટેલિકોમ વિભાગને સોંપવા જોઇએ, વધારે વસૂલાત માટે તેની હરાજી કરવામાં આવી શકે છે.
આપને જણાવી દઇએ કે ભારતી એરટેલ, વોડાફોન આઇડિયા અને અન્ય ટેલિકોમ કંપનીઓએ તેમના બાકી AGRની ચૂકવણીમાં રાહત મેળવવા માટે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી.
આ કેસની સુનાવણી ન્યાયાધીશ અરુણ મિશ્રાના વડપણ હેઠળની ખંડપીઠ કરી રહી છે. 21મી ઓઘસ્ટના રોજ અદાલતે નાદાર થનાર ટેલિકોમ કંપનીઓ દ્વારા વહેંચાયેલા સ્પેક્ટ્રમની માહિતી રજૂ કરવા નિર્દેશ કર્યો હતો.
(સંકેત)