Site icon Revoi.in

AGR કેસ: ટેલિકોમ કંપનીઓ પાસેથી રકમની વસૂલાતનો ચુકાદો સુપ્રીમે રાખ્યો અનામત

Social Share

સુપ્રીમ કોર્ટમાં આજે ટેલિકોમ કંપનીઓ પાસેથી એડજસ્ટેડ ગ્રોસ રેવેન્યૂ પેટે બાકી નીકળતી રકમની વસૂલાત અંગેના કેસની સુનાવણી હાથ ધરાઇ હતી. જો કે સુપ્રીમે સુનાવણી દરમિયાન નાદાર થનાર ટેલિકોમ કંપનીઓ પાસેથી બાકી AGSની વસૂલાત અંગેનો ચૂકાદો અનામત રાખ્યો છે.

સુપ્રીમ કોર્ટના તારણોઃ-

આપને જણાવી દઇએ કે ભારતી એરટેલ, વોડાફોન આઇડિયા અને અન્ય ટેલિકોમ કંપનીઓએ તેમના બાકી AGRની ચૂકવણીમાં રાહત મેળવવા માટે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી.

આ કેસની સુનાવણી ન્યાયાધીશ અરુણ મિશ્રાના વડપણ હેઠળની ખંડપીઠ કરી રહી છે. 21મી ઓઘસ્ટના રોજ અદાલતે નાદાર થનાર ટેલિકોમ કંપનીઓ દ્વારા વહેંચાયેલા સ્પેક્ટ્રમની માહિતી રજૂ કરવા નિર્દેશ કર્યો હતો.

(સંકેત)