– સેબીના ચેરમેનનો કાર્યકાળ ઓગસ્ટ 2020માં પૂર્ણ થવાનો હતો
– હવે અજય ત્યાગીના કાર્યકાળને ફેબ્રુઆરી 2022 સુધી લંબાવાયો
– અજય ત્યાગી HP કેડરના 1984ની બેન્ચના નિવૃત્ત સનદી અધિકારી પણ છે
સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાના ચેરમેન અજય ત્યાગી નો કાર્યકાળ ઓગસ્ટ 2020 માં પૂર્ણ થવાનો હતો, જો કે હવે તેમની મુદત ફેબ્રુઆરી 2020 સુધી વધુ ૧૮ મહિના માટે લંબાવવામાં આવી છે. નિમણુંક સમિતિએ તેમની મુદત વધારી છે.
હિમાચલ પ્રદેશ કેડરના 1984ની બેચના નિવૃત્ત સનદી અધિકારી અને સેબીના ચેરમેન અજય ત્યાગીની મુદ્દત કેન્દ્ર સરકારે વધુ 18 મહિના માટે લંબાવી છે.
ફેબ્રુઆરી 2022 સુધી યથાવત રહેશે
સેબીના ચેરમેન નિવૃત્ત સનદી અધિકારી અજય ત્યાગી 1લી સપ્ટેમ્બર 2020 થી ફેબ્રુઆરી 2022 સુધી સેબીના ચેરમેન તરીકે યથાવત રહેશે.
અજય ત્યાગી વિશે
અજય ત્યાગી HP કેડરના 1984 બેંચના નિવૃત્ત સનદી અધિકારી છે. તેઓ મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી છે. તેમણે અર્થશાસ્ત્ર વિષય સાથે અનુસ્નાતક કર્યું છે. તે ઉપરાંત તેઓ હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી માસ્ટર ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને ટેકનોલોજીની ડિગ્રી પણ ધરાવે છે.
(સંકેત)