- સેબીએ આદિત્ય બિરલાને 1 કરોડનો દંડ ફટકાર્યો
- સ્ટોક બ્રોકરે રેગ્યુલેશન સહિતના બજારના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું
- માર્ચ 2019માં આદિત્ય બિરલા મની સામે આ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી
નવી દિલ્હી: આદિત્ય બિરલા મની લિમિટેડને ઝટકો લાગ્યો છે. સ્ટોક બ્રોકર રેગ્યુલેશન સહિતના બજારના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ સેબીએ આદિત્ય બિરલા મીને 1 કરોડથી વધુનો દંડ ફટકાર્યો છે. SEBI, BSE, NSE, અને ડિપોઝિટરીઝ દ્વારા કરવામાં આવેલા સંયુક્ત નિરીક્ષણના આધારે માર્ચ 2019માં આદિત્ય બિરલા મની સામે આ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
સેબીએ કહ્યું હતું કે, કોઇપણ રજિસ્ટર્ડ સ્ટોક બ્રોકરે ઇમાનદારીના ઉચ્ચ ધોરણો જાળવવા જોઇએ અને તેની યોગ્ય કૌશલ અન વૈધાનિક જરૂરિયાતોનું પાલન કરવું જોઇએ. તે ઉપરાંત સામાન્ય સંજોગોમાં ક્લાયન્ટને રોકાણની કોઇ સલાહ ના આપવી જોઇએ જે તેનું પાલન ના કરાયું હોય.
સેબીએ જણાવ્યું હતું કે આદિત્ય બિરલા મની લિમિટેડએ સ્ટોક બ્રોકર નિયમનનું ઉલ્લંઘન કરીને કોઈપણ કરાર વગર ગ્રાહકો માટે પોર્ટફોલિયો મેનેજમેન્ટ સેવાઓ કરી છે. તેમાં આદિત્ય બિરલા મની પાસે તેનો વ્યવસાય ચલાવવા અને તેના ગ્રાહકો સાથે વ્યવહાર કરવામાં યોગ્ય કુશળતા અને સંભાળની ખાતરી કરવા માટે પૂરતી વ્યવસ્થાઓ અને આંતરિક નિયંત્રણો ન હતી. કંપનીને માર્કેટ રેગ્યુલેટર દ્વારા લાદવામાં આવેલા કુલ 1.02 રૂપિયાનો દંડ ભરવા માટે 45 દિવસનો સમય આપવામાં આવ્યો છે.
નોંધનીય છે કે, સેબીએ પ્રસ્તાવ મૂક્યો કે બુક બિલ્ડિંગ પ્રક્રિયા દ્વારા શેરની ફાળવણી સમયે જાહેર ઇશ્યૂના ઓછામાં ઓછા 5 ટકા મૂલ્ય રાખવું આવશ્યક છે. બજાર નિયામકે બિન-સંસ્થાકીય રોકાણકારોના પેટા વર્ગીકરણની સલાહ પણ આપી છે.