Site icon Revoi.in

સેબીએ રિલાયન્સ વિરુદ્વ કરી મોટી કાર્યવાહી, ફટકાર્યો આટલા કરોડનો દંડ

Social Share

મુંબઇ: ભારતમાં શેરબજારનું નિયમન કરનારી ભારતીય પ્રતિભૂતિ અને વિનિયમ બોર્ડ (સેબી) એ મુકેશ અંબાણી અને તેની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને 40 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સેબીએ નવેમ્બર 2007માં અગાઉ રિલાયન્સ પેટ્રોલિયમ લિમિટેડના શેર કારોબારમાં કથિત કૌંભાડને લઇને આ કાર્યવાહી કરી છે.

આ કથિત કૌંભાડને લઇન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પર 25 કરોડ અને મુકેશ અંબાણીની સાથેસાથે બે અન્ય એકમો પર 15 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ સિવાય નવી મુંબઇ સેઝ પ્રાઇવેટ લિમિટેડથી 20 કરોડ રૂપિયા અને મુંબઇ સેઝ લિમિટેડને 10 કરોડ રૂપિયા દંડ ભરવા અંગે જણાવામાં આવ્યું છે.

આ મુદ્દો નવેમ્બર 2007માં આરપીએલ શેરની રોકડ અને વાયદા ખંડમાં ખરીદી અને વેચાણ સાથે જોડાયેલો છે. આ પહેલા RILએ માર્ચ 2007માં આરપીએલમાં 4.1 ટકા ભાગીદારી વેચાણ કરવાનો નિર્ણય લીધો હતો. આ સુચિબદ્વ પેટા કંપનીઓનું ત્યારબાદ વર્ષ 2009માં RIL સાથે વિલીનીકરણ કરી દેવામાં આવ્યું હતું.

આ મામલે સુનાવણી કરનાર સેબી અધિકારી બી જે દિલીપે પોતાના 95 પાનાના આદેશમાં કહ્યું કે સિક્યોરીટીઝના જથ્થા અથવા કિંમતમાં થતી ગડબડી હંમેશા માર્કેટમાં રોકાણકારોના વિશ્વાસને નુકસાન પહોંચાડે છે અને માર્કેટમાં હેરાફેરીમાં સર્વાધિક પ્રભાવિત થાય છે.

સેબીના આદેશમાં જણાવામાં આવ્યું છે કે આ મામલામાં રોકાણકારોને આ વાતથી પરિચિત ન હતા કે વાયદા તેમજ વિકલ્પ ખંડમાં ડીલની પાછળ એકમ RIL છે. છેતરપીંડિવાળા કારોબારમાં રોકાણ તેમજ વિકલ્પ બંનેમાં RPLની સિક્યોરિટીઝના ભાવ પર અસર પડી અને અન્ય રોકાણકારોના હિતમાં નુકસાન પહોંચ્યું.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે કારોબારમાં ગડબડીની સાચી કિંમત બહાર આવતી નથી. ગડબડી કરવામાં આવતા કામો સામે કડકાઇપૂર્વક કાર્યવાહી થવી જોઇએ જેથી શેરબજારમાં આ પ્રકારની ગતિવિધિઓને રોકી શકાય.

(સંકેત)