- સ્ટાર્ટઅપ માટે મહત્વના સમાચાર
- સેબીએ સ્ટાર્ટઅપ માટેના નિયમો હળવા કર્યા
- સ્ટાર્ટઅપ લિસ્ટિંગ માટેના નિયમો હળવા કરાયા
નવી દિલ્હી: સ્ટાર્ટઅપ અને શેરબજારમાં કંપનીઓના લિસ્ટીંગને લઇને મહત્વના સમાચાર છે. માર્કેટ નિયામક સેબીએ સ્ટાર્ટ અપ કંપનીઓ અને લિસ્ટીંગ માટેના નિયમો વધુ હળવા કર્યા છે. સેબીની આ પહેલને કારણે આ ક્ષેત્રની વધુ કંપનીઓ લિસ્ટિંગ તરફ વળે તેવી સંભાવના છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, સેબી દ્વારા ઇનોવેટર્સ ગ્રોથ પ્લેટફોર્મ પર લિસ્ટિંગ માટેના ફ્રેમવર્કમાં ફેરફાર કરાયો છે. જે માટેના પ્રસ્તાવને બે માસ પહેલા સેબી બોર્ડે મંજૂરી આપી હતી.
સ્ટાર્ટ અપ માટે નિયમો હળવા થયા
સ્ટાર્ટ અપ માટેના જે નિયમો હળવા કરાયા છે તેમાં સ્ટાર્ટ અપ લિસ્ટિંગ માટે ડોક્યુમેન્ટ તેમજ કેટલાક માપદંડોમાં રાહત આપવામાં આવી છે. દેશભરમાં સ્ટાર્ટ અપ કંપનીઓમાં થયેલા વધારાને જોતા વી કંપનીઓ લિસ્ટિંગ તરફ વળે તે માટે આ રાહતો જરૂરી હતી.
નવા નિયમો મુજબ શેર ઇશ્યુ કરનાર સ્ટાર્ટ અપ કંપની અથવા લિસ્ટિંગ માટે તૈયાર થયેલ સ્ટાર્ટ અપ પાસે ઓછામાં ઓછા 25 ટકા ઇશ્યુ મુડી બે વર્ષ સુધી જરૂરી હતી તેને ધટાડીને એક વર્ષ કરાઈ છે. આ ઉપરાંત રોકાણકારોને હવે પ્રિ-ઇશ્યુ કેપિટલ જે પહેલા 10 ટકા હતી તેને 25 ટકા સુધી રાખવા મંજૂરી અપાઈ છે.
(સંકેત)