1. Home
  2. ગુજરાતી
  3. અમેરિકામાં બાઇડનની જીતથી એશિયન માર્કેટમાં તેજી, સેન્સેક્સ 600 પોઇન્ટ વધીને 42,400 પાર

અમેરિકામાં બાઇડનની જીતથી એશિયન માર્કેટમાં તેજી, સેન્સેક્સ 600 પોઇન્ટ વધીને 42,400 પાર

0
Social Share
  • અમેરિકામાં જો બાઇડનની જીતની અસર એશિયન બજારો પર જોવા મળી
  • એશિયન માર્કેટમાં તેજી જોવા મળી, સેન્સેક્સ ઓલટાઇમ હાઇ
  • સેન્સેક્સ 600 પોઇન્ટ વધીને 42,400ની સપાટી વટાવી

મુંબઇ: અમેરિકામાં જો બાઇડને પ્રમુખપદ માટે જીત હાંસલ કરી છે ત્યારે તેની અસર એશિયન બજારો પર પડતા તેજી જોવા મળી હતી. BSE સેન્સેક્સ અને નિફ્ટી ઇન્ડેક્સે પણ આ વર્ષે જાન્યુઆરીની ન્યૂ હાઇ તોડી નાખી છે. સેન્સેક્સ 621.63 પોઇન્ટ વધીને 42,514.69 અને નિફ્ટી 175.55 પોઇન્ટ વધીને 12,439ની સપાટીએ વેપાર કરી રહ્યો છે. શેરબજારમાં ખાસ કરીને આઇટી, બેન્કિંગ અને ફાર્મા સેક્ટરમાં સૌથી વધારે તેજી જોવા મળી રહી છે. નિફ્ટી બેન્ક ઇન્ડેક્સની વાત કરીએ તો બેન્ક ઇન્ડેક્સમાં 559 પોઇન્ટની તેજી જોવા મળી છે.

પ્રમુખ શેર્સ પર નજર

ICICI બેન્કનો શેર પર 2 ટકા ઉપર ટ્રેડ કરી રહ્યો છે જ્યારે ડિવિઝ લેબનો શેર 4 ટકા ઉપર ટ્રેડ કરી રહ્યો છે. HCL ટેક અને ઇન્ફોસિસના શેર પર 1-1 ટકા કરતાં વધારે તેજી સાથે વેપાર કરી રહ્યા છે, જ્યારે સિપ્લા અને આઇટીસીના શેરમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. સવારે માર્કેટ ખુલ્યા બાદ BSE સેન્સેક્સ 42,273 અને નિફ્ટી 12,399ના રેકોર્ડ સ્તરે ખૂલ્યા હતા.

બજારમાં તેજી માટેના કારણો

  • અમેરિકાના રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામો સ્પષ્ટ થઇ ગયાં છે. એમાં બાઇડનની જીત થઇ છે. બાઇડનની જીતથી એશિયન અને અમેરિકન્સ વાયદા બજાર તેજી સાથે ટ્રેડ કરી રહ્યા છે.
  • આ મહિને વિદેશી મૂડીરોકાણમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા બે સત્રમાં FIIએ 10 હજાર કરોડથી વધારે રકમના શેર્સ ખરીદ્યા છે.
  • બાઇડનની જીતથી ભારતીય કંપનીઓને સકારાત્મક આશાવાદ છે. IT કંપનીઓ અને ઘરેલુ સ્થાનિક બજાર એમા સામેલ છે.
  • ભારતીય કંપનીઓના સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળાના પરિણામો પણ અપેક્ષા કરતાં વધારે સારાં રહ્યાં છે. જેને કારણે પણ માર્કેટમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code