Site icon Revoi.in

અમેરિકામાં બાઇડનની જીતથી એશિયન માર્કેટમાં તેજી, સેન્સેક્સ 600 પોઇન્ટ વધીને 42,400 પાર

Social Share

મુંબઇ: અમેરિકામાં જો બાઇડને પ્રમુખપદ માટે જીત હાંસલ કરી છે ત્યારે તેની અસર એશિયન બજારો પર પડતા તેજી જોવા મળી હતી. BSE સેન્સેક્સ અને નિફ્ટી ઇન્ડેક્સે પણ આ વર્ષે જાન્યુઆરીની ન્યૂ હાઇ તોડી નાખી છે. સેન્સેક્સ 621.63 પોઇન્ટ વધીને 42,514.69 અને નિફ્ટી 175.55 પોઇન્ટ વધીને 12,439ની સપાટીએ વેપાર કરી રહ્યો છે. શેરબજારમાં ખાસ કરીને આઇટી, બેન્કિંગ અને ફાર્મા સેક્ટરમાં સૌથી વધારે તેજી જોવા મળી રહી છે. નિફ્ટી બેન્ક ઇન્ડેક્સની વાત કરીએ તો બેન્ક ઇન્ડેક્સમાં 559 પોઇન્ટની તેજી જોવા મળી છે.

પ્રમુખ શેર્સ પર નજર

ICICI બેન્કનો શેર પર 2 ટકા ઉપર ટ્રેડ કરી રહ્યો છે જ્યારે ડિવિઝ લેબનો શેર 4 ટકા ઉપર ટ્રેડ કરી રહ્યો છે. HCL ટેક અને ઇન્ફોસિસના શેર પર 1-1 ટકા કરતાં વધારે તેજી સાથે વેપાર કરી રહ્યા છે, જ્યારે સિપ્લા અને આઇટીસીના શેરમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. સવારે માર્કેટ ખુલ્યા બાદ BSE સેન્સેક્સ 42,273 અને નિફ્ટી 12,399ના રેકોર્ડ સ્તરે ખૂલ્યા હતા.

બજારમાં તેજી માટેના કારણો

(સંકેત)