Site icon Revoi.in

યુકેમાં નવા વાયરસની દહેશત બાદ સેન્સેક્સમાં કડાકો, 2000 પોઇન્ટ તૂટ્યો

Social Share

મુંબઇ: કોરોના મહામારી વચ્ચે પણ છેલ્લા ઘણા સમયથી શેરબજારમાં તેજીનો માહોલ જોવા મળ્યા બાદ આજે શેરબજારમાં 2000 પોઇન્ટ સુધીનો કડાકો બોલી ગયો હતો. શેરબજાર આજે કડાકા સાથે ખુલ્યું હતું. શેરબજાર આજે 600 પોઇન્ટથી વધારે માઇનસમાં ખુલ્યો હતો. આ ઉપરાંત નિફ્ટીમાં પણ 200 પોઇન્ટનું ગાબડું જોવા મળ્યું હતું.

સતત 6 દિવસ સુધી વિક્રમજનક સપાટીને સ્પર્શ્યા બાદ સેન્સેક્સમાં કડાકો જોવા મળ્યો છે. સેન્સેક્સ આજે 46,932.18 પર ખુલ્યો હતો જે 2009.1 ઘટીને 44,923.08 જઇ આવ્યો છે. જોકે નબળાઈની શરૂઆતની બાદ ઈંટ્રાડેમાં સેન્સેક્સે આજે ફરી નવો રેકૉર્ડ બનાવ્યો અને 47000 ની પાર નિકળી ગયો છે. સેન્સેક્સે આજે મહત્તમ 47,055.69 સુધી પહોંચ્યો હતો. નિફ્ટી આજે 13,741.90 પર ખુલી હતી જે 610.45 ઘટનીને 13,131.45 સુધી જઇ આવી છે. નિફ્ટી આજે મહત્તમ 13,777.50 સુધી પહોંચી હતી.

બીજી તરફ માર્કેટની સાથોસાથ આઇપીઓની વાત કરીએ તો એન્ટોની વેસ્ટ હેન્ડલિંગને સારો પ્રતિસાદ સાંપડ્યો છે. આ ઇસ્યુ ખુલતાની સાથે જ સબસ્ક્રાઇબ થઇ ચૂક્યો છે. નિફ્ટી બેન્કમાં વધારે વેચવાલી છે. મિડકેપ શેરો પણ લપસી ગયા છે. મિડકેપમાં ઓટો અને મેટલ શેરો નફાકારક દેખાઇ રહ્યા છે.

(સંકેત)