- કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેરબજારની મંદીને બ્રેક
- સેન્સેક્સમાં રિકવરી જોવા મળી
- સેન્સેક્સ 58000ને પાર
નવી દિલ્હી: સતત ચાર દિવસથી શેરબજારમાં જોવા મળેલી મંદીને બ્રેક લાગી છે અને આજે કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર રિકવરી સાથે ઓપન થયું છે. બંને મુખ્ય ઇન્ડેક્સ લીલા નિશાનમાં નજરે પડી રહ્યાં છે. સેન્સેક્સ આજે 57,795.1ની સપાટી પર ખુલ્યો હતો જે 58,044.92 ના ઉપલા સ્તરે જોવા મળ્યો હતો. નિફ્ટીની વાત કરીએ તો ઇન્ડેક્સએ 17,208.30 ઉપર કારોબારની શરૂઆત કરી હતી. નિફ્ટી પણ 17,359.70 સુધી ઉછળ્યો હતો.
યુએસ બજારોની શરૂઆત મંદ હતી. થોડા સમય પછી વેચવાલી હાવી થઇ હતી. બીજી તરફ જો તમે વૈશ્વિક બજારોના ટ્રેન્ડ પર નજર નાખો તો એશિયન બજારોમાં SGX નિફ્ટી 62 પોઇન્ટથી વધુ તૂટ્યો છે. નિક્કી 225માં 533 પોઇન્ટનો વધારો થયો છે. એટલું જ નહીં અમેરિકાના બજારો ભારે વધઘટ વચ્ચે બંધ થયા હતા.
ગુરુવારના ટ્રેડિંગ સેશનમાં ડાઉ જોન્સ ઉપલા સ્તરોથી 600 પોઈન્ટ ઘટીને સપાટ બંધ રહ્યો હતો જ્યારે નાસ્ડેક 190 પોઈન્ટ લપસી ગયો હતો. SNP500 પણ 10% નીચે બંધ થયો. ટેસ્લાના પરિણામો આવ્યા અને પરિણામો પછી સ્ટોક 11 ટકા નીચે છે. યુએસ માર્કેટની યુરોપિયન માર્કેટ પર કોઈ અસર જોવા મળી નથી.
શેરબજારમાં ગુરુવારે પણ ઘટાડો જોવા મળ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 581 પોઈન્ટ ઘટીને 57,276 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 167 પોઈન્ટ ઘટીને 17,110 પર બંધ થયો હતો. તમામ આઈટી કંપનીઓના શેરમાં ઘટાડો થયો હતો.