Site icon Revoi.in

SBI-HDFC બેંકના ગ્રાહકો માટે મહત્વના સમાચાર, આજે રાત્રે આ સેવાઓ રહેશે બાધિત

Social Share

નવી દિલ્હી: જો તમે પણ SBI અને HDFC બેંકના ગ્રાહકો છો તો તમારા માટે મહત્વના સમાચાર છે. બેંકની કેટલીક સેવાઓ આજે રાત્રે બાધિત થશે. બંને બેંકોએ સેવામાં વિક્ષેપને લઇને પોતાના કરોડો ગ્રાહકોને એલર્ટ કર્યું છે. આ એલર્ટ બાદ ગ્રાહકોએ આજે દિવસ દરમિયાન નેટ બેન્કિંગથી દરેક કામ પૂર્ણ કરી દેવા પડશે.

SBIએ આ અંગે જણાવ્યું હતું કે, 7 મેની રાતે 10.15 વાગ્યાથી 8મેની સવારે 1.45 વાગ્યા સુધી બેંકનું મેઇન્ટેનન્સનું કામ ચાલુ રહેશે. બેંક અનુસાર આ સમય દરમિયાન ગ્રાહકો INB/YONO/YONO Lite/UPI સેવાઓનો ઉપયોગ નહીં કરી શકે.

SBIએ બેન્કિંગ સેવા બાધિત થવાને લઇને કરોડો ગ્રાહકો માટે એલર્ટ જાહેર કર્યું હતું. બેંક અનુસાર ગ્રાહકોના અનુભવને વધુ બહેતર બનાવવા માટે આ કામ અત્યારે કરવામાં આવી રહ્યું છે.

બીજી તરફ HDFC બેંકે પણ પોતાના ગ્રાહકો માટે એલર્ટ જાહેર કર્યું છે. બેંક અનુસાર શુક્રવારે રાત્રે તેમની નેટ બેન્કિંગ તેમજ મોબાઇલ બેન્કિંગ સેવાઓ બાધિત રહેશે. બેંકે કરેલા ઇમેઇલ અનુસાર કેટલીક નિર્ધારિત મેઇન્ટેનન્સની કામગીરી માટે 8મેની રાતે 2.00 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી નેટ બેન્કિંગ તેમજ મોબાઇલ બેન્કિંગ સેવાઓનો ગ્રાહકો ઉપયોગ નહીં કરી શકે.

(સંકેત)