- કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે જે સેન્સેક્સમાં તેજી
- સેન્સેક્સ 407 પોઇન્ટના ઉછાળા સાથે 52000ને ક્રોસ
- નિફ્ટી પણ તોડ્યો રેકોર્ડ
મુંબઇ: મજબૂત વૈશ્વિક સંકેતોના પગલે આજે કારોબારી સપ્તાહનો પ્રારંભ શુભ રહ્યો છે. કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે જ શેરબજારની શરૂઆત સંગીન રહી છે. આજે બંને પ્રમુખ ઇન્ડેક્સ નવા રેકોર્ડ સ્તરે ખુલ્યાં છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જના પ્રમુખ ઇન્ડેક્સ સેન્સેક્સ 407 અંક એટલે કે 0.79 ટકા વધારાની સાથે 51952ના સ્તર પર ખુલ્યું અને ત્યારબાદ થોડીક જ વારમાં તે 52 હજારનો અંક વટાવી ગયું.
નિફ્ટી 50 પણ 121 અંક એટલે કે 0.80 ટકાની તેજી સાથે 15,284 અંક પર ખુલ્યું. પ્રારંભિક કારોબારમાં 1086 શેર્સમાં તેજી રહી હતી. જ્યારે 367 શેર્સમાં ઘટાડો થયો હતો. 75 શેર્સની સ્થિતિ યથાવત્ રહી હતી. BSE સ્મોલકેપ અને મિડકેપ ઇન્ડેક્સમાં પણ તેજી જોવા મળી રહી છે.
સેક્ટોરેલ ફ્રન્ટ પર જોઈએ તો આજે તમામ સેક્ટર્સ ગ્રીન નિશાન પર કારોબાર કરી રહ્યા છે. સૌથી વધારે બેંકિંગ શેરોમાં જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત કેપિટલ ગુડ્સ, કંન્ઝ્યૂમર ડ્યૂરેબલ્સ, એનર્જી રિયલ્ટી, એન્ટરટેનમેન્ટ ફાર્મ, એફએમસીજી, આઈટી મેટલ, ઓઈલ એન્ડ ગેસ, પીએસૂય અને ટેક સ્ટોક્સ પણ વધારા સાથે કારોબાર કરી રહ્યું છે.
સોમવારની શરુઆતમાં કોરાબારમાં ઈન્ડસઈન્ડ બેંક, ટાટા મોટર્સ, એચડીએફસી બેંક, ગ્રાસિમ ઈન્ડસટ્રીજ, ભારત પેટ્રોલિયમ કોરપોરેશન, એક્સિસ બૈંક, એચસીએલ ટેક્નોલોજી, એસબીઆઈ, ભારતી એરટેલ અને બજાજ ઓટોના સ્ટોક્સમાં વધારો જોવા મળ્યો છે. જ્યારે ઘટાડા વાળા સ્ટોક્સમાં હિરો મોટોકોપ અને ઓએનજીસી નજરે પડી રહ્યા છે.
આજે 23 કંપનીઓના પરિણામ જારી થશે
આજે જેટ એરવેજ, યુરેકા ઈન્ડસ્ટ્રીજ, હિંદુસ્તાન એવરેસ્ટ ટૂલ સહિત 23 કંપનીઓ પોતાના પરિણામો જારી કરશે. આ કંપનીઓ ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો જારી કરશે.
વિદેશી રોકાણોએ ફેબ્રુઆરીમાં અત્યાર સુધી 22 હજાર કરોડથી વધારેની ખરીદી કરી
વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોમાં હજું પણ ખરીદદારોનો માહોલ જોવા મળી રહ્યો છે. ફેબ્રુઆરીમાં અત્યાર સુધી વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ 22,038 કરોડ રુપિયાના શેરની ખરીદી કરી છે. સામાન્ય બજેટમાં એલાનો બાદ વિદેશી રોકાણકારોના સેન્ટીમેન્ટ બહાર જોવા મળી રહ્યા છે. 1થી 12 ફેબ્રુઆરીની વચ્ચે તેમને 20,593 કરોડ રુપિયા ઈક્વિટીમાં અને 1445 કરોડ રુપિયા ડિબેટ સેગ્મેન્ટમાં રોકાણ કર્યા છે.
(સંકેત)