Site icon Revoi.in

રોકાણકારો મોજમાં! પાંચ દિવસમાં સંપત્તિમાં રૂ. 5.33 લાખ કરોડનો વધારો

Social Share

નવી દિલ્હી: સેન્સેક્સમાં સતત તેજીનો ઘોડો દોડી રહ્યો છે. વિવિધ સાનુકૂળ અહેવાલો પાછળ ફંડોની આગેવાની હેઠળ નીકળેલી નવી લેવાલી પાછળ મુંબઇ શેરબજારમાં આજે સેન્સેક્સે 56,000ની સપાટી પ્રથમ વખત કૂદાવી હતી. શેરબજારમાં એકધારી તેજીના પગલે છેલ્લા પાચ ટ્રેડિંગ સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 5.33 લાખ કરોડનો વધારો નોંધાયો છે.

દેશમાં સંક્રમણ ઘટ્યા બાદ અર્થતંત્રમાં વૃદ્વિના સંકેતો તેમજ વ્યાપારિક ગતિવિધિઓમાં તેજી તેમજ વેચાણમાં નોંધપાત્ર વૃદ્વિ થતા બજારમાં મોરલમાં સુધારો નોંધાયો હતો. આ અહેવાલો પાછળ ફંડોની આગેવાની હેઠળ ચોમેરથી નીકળેલ નવી લેવાલીએ આજે વધુ એક વિક્રમ રચાયો હતો.

મુંબઈ શેરબજાર ખાતે આજે શરૂઆત જ સેન્સેક્સ 56,000ની સપાટી કૂદાવીને થઈ હતી અને ઇન્ટ્રાડે વધીને 56118.57ની ઑલટાઇમ હાઇ સપાટીને સ્પર્શ્યો હતો. જો કે પાછળથી નફારૂપી વેચવાલીના દબાણે ઉંચી સપાટી ગુમાવી કામકાજના અંતે 162.78 પોઇન્ટ ઘટી 55629.49ની સપાટીએ નરમ રહ્યો હતો.

એનએસઇ ખાતે પણ કામકાજનો પ્રારંભ મક્કમ ટોને થયા બાદ નિફ્ટી ઇન્ટ્રા ડે વધીને 16710.85ની નવી ઑલટાઇમ હાઇ સપાટી રચી નફારૂપી વેચવાલીના દબાણે કામકાજના અંતે 45.75 પોઇન્ટ ઘટીને 16568.85ની સપાટીએ નરમ રહ્યો હતો.

સેન્સેક્સે આજે પ્રારંભિક તબક્કામાં 56118ની વિક્રમી સપાટીએ પહોંચતા તે વખતે રોકાણકારોની સંપત્તિ (બીએસઇ માર્કેટ કેપ.) વધીને રૂા. 242.08 લાખ કરોડની વિક્રમી ટોચે પહોંચી હતી. જો કે, કામકાજના અંત તે રૂા. 240.86 લાખ કરોડ રહી હતી.