Site icon Revoi.in

નાના રોકાણકારોમાં SIPમાં રોકાણનો વધતો ટ્રેન્ડ, મે મહિનામાં રોકાણકારોએ રૂ.8819 કરોડનું કર્યું રોકાણ

Social Share

નવી દિલ્હી: હાલમાં નાના રોકાણકારો બેંકમાં એફડીને બદલે મ્યુ. ફંડ્સમાં રોકાણ માટે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનને વધારે પસંદ કરતા હોય છે. સિપમાં રોકાણકારોના મૂડીપ્રવાહ સતત ચાલુ રહ્યો છે. મે મહિનામાં સિપ મારફતે રોકાણકારોએ 8818.90 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે જે એપ્રિલના 8596.25 કરોડના ઇનફ્લો કરતાં 222.65 કરોડ રૂપિયા વધારે છે.

સિપના એક્ટિવ ફોલિયોની સંખ્યા એપ્રિલમાં 3.79 કરોડ હતી જે મે મહિનામાં વધીને 3.88 કરોડે પહોંચી ગઇ છે. ગત મહિને 8.82 લાખ નવા સિપ ફોલિયો ઉમેરાયા છે. ખાસ કરીને નાના રોકાણકારોમાં મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે.

સતત નવા મૂડીપ્રવાહથી સિપ હેઠળની કુલ એસેટ્સ અંડર મેનેજમેન્ટ (એયુએમ) મે મહિનાના અંતે 32,625 કરોડ રૂપિયા વધીને 4,67,366 કરોડે પહોંચી ગઇ છે જે એપ્રિલના અંતે 4,43,742 કરોડ રૂપિયા નોંધાઇ હતી.

આ દરેક આંકડા સાથે સમગ્ર મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન્ડસ્ટ્રીઝની કુલ સંપત્તિ એટલે કે એયુએમ વાર્ષિક તુલનાએ 35 ટકાની વૃદ્વિમાં 33,05,660 કરોડ રૂપિયાની રેકોર્ડ ઉંચાઇએ પહોંચી ગઇ છે.

એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (એમ્ફી)ના આંકડા મુજબ દેશમાં મ્યુ.ફંડ્સના ફોલિયોની કુલ સંખ્યા 10 કરોડના સિમાચિહ્નને વટાવી ગઇ છે અને તે મે મહિનાના અંતે 10,04,36,145 થઇ છે.