Site icon Revoi.in

કોરોના કાળ દરમિયાન પણ સ્માર્ટફોન શિપમેન્ટમાં તેજી, 7.7 ટકાની વૃદ્વિ નોંધાઇ

Social Share

નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં સ્માર્ટફોનની બોલબાલા સતત વધી રહી છે. એક રિપોર્ટ અનુસાર સ્માર્ટફોનનું શિપમેન્ટ આંતરરાષ્ટ્રીય સ્તરે વધ્યું છે અને તે વર્ષ 2021માં 138 કરોડ યુનિટ સુધી પહોંચવાનું અનુમાન છે. જે વર્ષ 2020ની તુલનાએ 7.7 ટકા વધુ છે. ઇન્ટરનેશનલ ડેટાનાં વર્લ્ડવાઇડ ક્વાર્ટરલી મોબાઇલ ફોન ટ્રેકર અનુસાર આ ટ્રેન્ડ 2022 સુધી જારી રહેવાનો અંદાજ છે. જેમાં વર્ષે દર વર્ષે 3.8 ટકાની વૃદ્વિ થશે અને શિપમેન્ટ 143 કરોડ સુધી પહોંચી જશે.

IDCના વાઇસ પ્રેસિડેન્ટ રાયન રેથ કહે છે કે, ગ્રાહકો હાલમાં પીસી, ટેબ્લેટ્સ, ટીવી અને સ્માર્ટ હોમ ડિવાઇઝીઝ પર વધુ પૈસા ખર્ચ કરી રહ્યાં છે. આ હોવા છતાં સ્માર્ટફોન માર્કેટમાં મંદી નથી. બીજી તરફ ચીન માર્કેટ શેરની દ્રષ્ટિએ આગળ વધશે. જે વર્ષ 2021માં 5જી શિપમેન્ટના આશરે 50 ટકા જેટલું હશે.

જ્યારે 16 ટકા હિસ્સો ધરાવતું અમેરિકા તેનાથી પાછળ રહેશે. અન્ય બીજા મોટામાર્કેટ  જેવા કે પશ્ચિમી યુરોપ અને એશિયા/પેસિફિક સાથે હશે. જે 2021નાં અંત સુધી સમગ્ર વિશ્વમાં 5G બજારનો 23.1 ટકા જેટલો હિસ્સો હશે.

વર્ષ 2015થી બજારમાં જોવા મળ્યું છે કે તમામ પ્રકારના 5Gની કિંમતોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે તેવું IDC વર્લ્ડવાઇડ મોબાઇલ ડિવાઇઝ ટ્રેકર્સના રિસર્ચ મેનેજર એન્થોની સ્કારસેલાએ કહ્યું હતું.

રેથે જણાવ્યું હતું કે ગત વર્ષે વેકેશનનાં ત્રિમાસિક ગાળામાં સ્માર્ટફોન માર્કેટમાં વૃદ્ધિ જોવા મળી હતી, ત્યારબાદ માત્ર ટોચના સપ્લાયરનું ઉત્પાદન વધ્યું છે.