1. Home
  2. ગુજરાતી
  3. SBI બેંકે ATMમાંથી રોકડ ઉપાડવાના નિયમો બદલાવ્યા, જાણો સંપૂર્ણ વિગત

SBI બેંકે ATMમાંથી રોકડ ઉપાડવાના નિયમો બદલાવ્યા, જાણો સંપૂર્ણ વિગત

0
Social Share
  • દેશની સૌથી મોટી સરકારી બેંક SBIના ગ્રાહકો માટે મહત્વના સમાચાર
  • બેંકે તેના ગ્રાહકો માટે ATM મશીનમાંથી રોકડ ઉપાડવાના નિયમો બદલાવ્યા
  • હવે પ્રત્યેક નિષ્ફળ ટ્રાન્ઝેક્શન પર 20 રૂપિયા+જીએસટી ચાર્જ ચૂકવવો પડશે

મુંબઇ: દેશની સૌથી મોટી સરકારી બેંક SBIના ગ્રાહકો માટે મહત્વના સમાચાર છે. બેંકે તેના ગ્રાહકો માટે એટીએમ મશીનમાંથી રોકડ ઉપાડવાના નિયમો બદલ્યા છે. ગ્રાહકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને બેંકે આ નિયમોમાં ફેરફાર કર્યા છે. SBI અનુસાર જો બેંક ખાતામાં પુરતી બેલેન્સ નહીં હોવાને કારણે ટ્રાન્ઝેક્શન રદ થશે તો બેંક આ માટે કાર્ડ ધારકને ચાર્જ લગાડશે. આવા પ્રત્યેક નિષ્ફળ ટ્રાન્ઝેક્શન પર 20 રૂપિયા+જીએસટી ચાર્જ ચૂકવવો પડશે.

પ્રાપ્ત વિગતો અનુસાર, SBI તરફથી તેના ગ્રાહકો પર નોન-ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેક્શન માટે પણ ફરજીયાત ચાર્જ નાખવામાં આવશે. SBIની વેબસાઇટ અનુસાર નિર્ધારિત મર્યાદા બહાર કરવામાં આવનારા કોઇપણ વધારાના ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેક્શન માટે ગ્રાહકોએ 10 રૂપિયાથી લઇને 20 રૂપિયા+GST ચાર્જ ચૂકવવો પડશે.

આપને જણાવી દઇએ કે હાલમાં SBI મેટ્રો શહેરમાં મહિનામાં ATMમાં 8 ટ્રાન્ઝેક્શન માટે કોઇ ચાર્જ નથી લગાડતી. જેમાં પોતાની બેંક એટલે કે SBI એટીએમ મશીનમાં પાંચ ટ્રાન્ઝેક્શન અને અન્ય બેંકની એટીએમમાં ત્રણ ટ્રાન્ઝેક્શન સામેલ છે.

તે ઉપરાંત જો SBI કાર્ડ ધારક પોતાના એટીએમમાંથી 10 હજાર રૂપિયાથી વધારે રોકડ ઉપાડશે તો આ માટે OTPની જરૂર પડશે. જ્યારે પણ કાર્ડ ધારક 10 હજારથી વધારે રકમ ઉપાડવાનો પ્રયાસ કરશે ત્યારે તેને પોતાના રજિસ્ટર થયેલા મોબાઇલ નંબર પર એક ઓટીપી મળશે. આ ઓટીપી મશીનમાં દાખલ કર્યા બાદ જ રોકડ પ્રાપ્ત થશે.

SBIના ગ્રાહકો હાલ પોતાના મોબાઇલમાં ઇન્ટરનેટ કનેક્શન વગર પર બેલેન્સ ચેક કરી શકે છે. ગ્રાહકો બે રીતે પોતાના ખાતામાં રહેલી બેલેન્સ ચેક કરી શકે છે. 1) ગ્રાહક બેલેન્સ લખીને 9223766666 નંબર પર SMS કરી શકે છે. 2) ગ્રાહક આ નંબર પર એટલે કે 9223766666 પર મિસ્ડ કૉલ કરીને પણ બેલેન્સની જાણકારી મેળવી શકે છે. યાદ રાખો કે એસએમએસ કે મિસ્ડ કૉલ એ જ મોબાઇલ નંબર પરથી કરવાનો રહેશે જે બેંક સાથે નોંધાયેલો હોય.

(સંકેત)

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code