Site icon Revoi.in

વૃદ્વિ: ભારતમાં સ્ટીલનું ઉત્પાદન જાન્યુઆરીમાં 7.6% વધ્યું

Social Share

નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે પણ ભારતમાં રો-સ્ટીલ એટલે કે કાચા સ્ટીલનું ઉત્પાદન જાન્યુઆરી 2021માં 7.6 ટકા વધીને 1 કરોડ ટને પહોંચી ગયું છે. વર્લ્ડ સ્ટીલ એસોસિએશન દ્વારા જાહેર કરાયેલા આંકડાઓમાં આ માહિતી બહાર આવી છે. તેનાથી પાછલા વર્ષે સમાન મહિનામાં ભારતમાં 93 લાખ ટન રો-સ્ટીલનું ઉત્પાદન થયું હતું. જાન્યુઆરીમાં 64 દેશોમાં સ્ટીલનું ઉત્પાદન 4.8 ટકા વધીને 16.29 કરોડ ટન નોંધાયું છે.

જાન્યુઆરી મહિનામાં ચીનનું રો-સ્ટીલનું ઉત્પાદન વાર્ષિક તુલનાએ 6.8 ટકા વધીને 9.02 કરોડ ટન પહોંચી ગયું છે. જાન્યુઆરી 2020માં ચીનમાં 8.43 કરોડ ટન સ્ટીલનું ઉત્પાદન થયું હતું. તો ગત મહિને જાપાનમાં સ્ટીલનું ઉત્પાદન 3.9 ટકા ઘટીને 79 લાખ ટન નોંધાયું છે. અમેરિકામાં સ્ટીલનું ઉત્પાદન ઘટીને 69 લાખ ટન નોંધાયું છે જે જાન્યુઆરી 2020માં 77 લાખ ટન થયું હતું.

આંકડાઓ અનુસાર રશિયાનું કાચા સ્ટીલનું ઉત્પાદન વધીને 67 લાખ ટને પહોંચી ગયુ છે જે પાછલા વર્ષે સમાન સમયગાળામાં 60 લાખ ટન નોંધાયુ હતુ. આવી જ રીતે દક્ષિણ કોરિયામાં સ્ટીલનું ઉત્પાદન પણ 58 લાખ ટનથી વધીને 60 લાખ ટને પહોંચી ગયુ છે. તુકીનું સ્ટીલ ઉત્પાદન પણ 30 લાખ ટનથી વધીને 34 લાખ ટને પહોંચી ગયુ છે.

(સંકેત)