1. Home
  2. ગુજરાતી
  3. કોરોનાનો પ્રકોપ વધતા સેન્સેક્સમાં 1400 પોઇન્ટનો કડાકો, નિફટીના હાલ પણ બેહાલ

કોરોનાનો પ્રકોપ વધતા સેન્સેક્સમાં 1400 પોઇન્ટનો કડાકો, નિફટીના હાલ પણ બેહાલ

0
Social Share
  • કોરોનાનો ફરી પ્રકોપ વધતા માર્કેટમાં કડાકો
  • શેરબજારમાં 1400 પોઇન્ટનો કડાકો
  • નિફ્ટીના હાલ પણ બેહાલ

નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં ફરીથી કોરોનાનો પ્રકોપ વધવાને કારણે તેની અસર માર્કેટ પર પડતા શેરબજારમાં 1400 પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો. ઓટો મોબાઇલ ઇન્ડસ્ટ્રીઝના શેર્સમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. દવા કંપનીઓના શેર્સ ગ્રીન ઝોનમાં છે. આજે પ્રારંભિક કારોબાર દરમિયાન જ શેરબજારમાં કડાકો બોલી ગયો હતો.

શેર બજાર ખુલતા શરૂઆત અગાઉ પ્રી ઓપન સેશનમાં જ સેન્સેક્સ ઘટાડામાં જોવા મળ્યો. બજાર ખુલતા તે 720 પોઈન્ટ ગગડ્યો અને 58075.93 પોઈન્ટ પર ખુલ્યો. જ્યારે ગુરુવારે સેન્સેક્સ વધારા સાથે 58795.09 અંક પર બંધ થયો હતો.  બાદમાં બજારમાં ઘટાડો સતત ચાલુ જ છે. આજે સવારે કારોબારી સત્રમાં 1039 અંકનો ઘટાડો જોવા મળ્યો. હાલ સેન્સેક્સ 1415.35 પોઈન્ટના ઘટાડા સાથે 57379.74 પર છે.

નિફ્ટીની પણ શરૂઆત નબળી રહી હતી. નિફ્ટી પણ 250 અંકના ઘટાડા સાથે 17,338.75 પર ખુલ્યો જ્યારે ગુરુવારે તે 17536.25 અંક પર બંધ થયો હતો.

નોંધનીય છે કે,  નિફ્ટીમાં સામેલ 50 કંપનીઓમાં સિપ્લાના શેર સૌથી વધુ વધારા 1.43 ટકા સાથે કારોબાર કરે છે. બાકી ડોક્ટર રેડ્ડીઝ અને સન ફાર્મા પણ ગ્રીન ઝોનમાં છે. આ ઉપરાંતના તમામ 47 શેર રેડ ઝોનમાં છે. સૌથી વધુ ઘટાડો ONGC ના શેરમાં જોવા મળ્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code