Site icon Revoi.in

શેરબજારે નવા વર્ષને ઉછાળા સાથે આવકાર્યું, નિફ્ટી પણ 17,000ને પાર

Social Share

નવી દિલ્હી: નવા વર્ના પ્રથમ કારોબારી સપ્તાહ દરમિયાન શેરબજારે નવા વર્ષનું ઉછાળા સાથે સ્વાગત કર્યું છે. વર્ષના પ્રથમ સત્રમાં જ, પ્રારંભિક કારોબાર દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટી બંને 0.50 ટકાથી પણ વધુ વધ્યા હતા. પ્રી-ઓપન સેશનમાં ફ્લેટ રહ્યા બાદ માર્કેટ ખૂલવાની સાથે જ નિફ્ટીએ 17,450નો આંક પાર કર્યો હતો.

શરૂઆતના કારોબારમાં BSE સેન્સેક્સ 300 પોઇન્ટથી વધુના વધારા સાથે 58,550 પોઇન્ટની ઉપર ટ્રેડ કરી રહ્યો હતો. નિફ્ટી 0.53 ટકાના વધારા સાથે 17,450 પોઇન્ટની ઉપર ટ્રેડ કરી રહ્યો હતો.

અગાઉ વર્ષ 2021ના અંતિમ સપ્તાહના અંતિમ કારોબારી દિવસનો અંત બમ્પર રીતે થયો હતો. ગત સપ્તાહે શુક્રવારે ટ્રેડિંગ સમાપ્ત થવા સમયે, સેન્સેક્સ 459.50 પોઇન્ટ વધીને 58,253.82 અને NSE નિફ્ટી 160.25 પોઇન્ટ વધીને 17,364.20 પર હતો.

મહત્વનું છે કે, ગત વર્ષે સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં લગભગ 24 ટકાનો વધારો થયો હતો. 2021માં નિફ્ટી 23.87 ટકા જ્યારે સેન્સેક્સ 21.69 ટકાની ઉપર રહ્યો હતો.