- રોકાણકારોને બખ્ખા
- શુક્રવારે શેરબજાર શાનદાર ઉંચાઇ પર પહોંચ્યું
- બીએસઇ સેન્સેક્સ શુક્રવારના 60 હજાર પાર ખુલ્યો છે
મુંબઇ: શુક્રવારનો દિવસ રોકાણકારોને ગેલ કરાવનારો સાબિત થયો છે. શુક્રવારે ભારતીય શેરબજાર શાનદાર ઉંચાઇ પર પહોંચી ગયું છે. બીએસઇ સેન્સેક્સ શુક્રવારના 60 હજાર પાર ખુલ્યો છે. સેન્સેક્સ 273 પોઇન્ટના ઉછાળા સાથે આજે 60,158.76 પર ખુલ્યો છે અને થોડી જ વારમાં વધારા સાથે 60,333ની નવી ઉંચાઇ સુધી પહોંચી ગયો છે. આ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 75 પોઇન્ટના ઉછાળા સાથે 17,897.45 પર ખુલ્યો અને વધારા સાથે 17,947.65 સુધી પહોંચી ગયો. નિફ્ટીનું પણ આ અત્યારસુધીનું રેકોર્ડ સ્તર છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, અમેરિકાની કેન્દ્રીય બેંક ફેડરલ રિઝર્વએ વ્યાજદરો યથાવત્ રાખ્યા છે. જેના કારણે વિશ્વભરના શેર માર્કેટમાં ગુરુવારના મૂડ પોઝિટિવ રહ્યો છે. તેનાથી એ સંકેત મળે છે કે, અત્ર અમેરિકન સરકાર રાહત પેકેજને પરત લેવાના પગલાં ઉઠાવશે નહીં.
ચીનની એક રિયલ એસ્ટેટ કંપની Evergrande અત્યારે નાદાર જાહેર થવાની કગાર પર છે અને તની અસર સમગ્ર વિશ્વના શેર માર્કેટ પર પડી રહી છે. એવરગ્રેંડના ઉપર અંદાજે 304 અબજ ડૉલર (લગભગ 22.45 લાખ કરોડ રૂપિયા) નું દેવું છે.
અગાઉ ગુરુવારે પણ શેર માર્કેટમાં જોરદાર તેજી જોવા મળી હતી. બપોર 3.12 વાગ્યાની આસપાસ સેન્સેક્સ 1030 પોઇન્ટના ભારે ઉછાળા સાથે 59,957.25 સુધી પહોંચી ગયો. આ સાથે જ સેન્સેક્સ-નિફ્ટીએ ઉંચાઈનો નવો રેકોર્ડ બનાવ્યો. ગુરૂવારના બીએસઈ સેન્સેક્સ 431 પોઈન્ટની તેજી સાથે 59,358.18 પર ખુલ્યો. કારોબારના અંતમાં સેન્સેક્સ 958.03 પોઈન્ટની તેજી સાથે 59,885.36 પર પહોંચી ગયો.
આ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 124 પોઈન્ટની તેજી સાથે 17,670.85 પર ખુલ્યો. બપોરના 3.12 વાગ્યાની આસપાસ નિફ્ટી 17,843.90 ના સ્તર પર પહોંચી ગયો.