Site icon Revoi.in

દેશમાં ખાંડનું ઉત્પાદન વધીને 304 લાખ ટન, 38%ની વૃદ્વિ નોંધાઇ

Social Share

નવી દિલ્હી: કોરોના મહામારી દરમિયાન એક સકારાત્મક સમાચાર છે. દેશમાં ખાંડનું ઉત્પાદન 1 ઑક્ટોબર 2019થી 15મે 2021 દરમિયાન 303.60 લાખ ટને પહોંચી ગયું છે જે ગત વર્ષના સમાન સમયગાળા દરમિયાન 265.32 લાખ ટન હતું. આવી રીતે ખાંડના ઉત્પાદનમાં 38.28 લાખ ટનનો વધારો થયો છે. ઇસમાનું કહેવું છે કે, સીઝન વર્ષ 2020-21માં 15 મે સુધી 44 સુગર મિલોમાં શેરડી પિલાણ થઇ રહ્યું હતું.

મહારાષ્ટ્રમાં વર્તમાન સીઝન દરમિયાન 185 સુગર મિલો બંધ થઇ ચૂકી છે જ્યારે પાંચ સુગર મિલો ચાલી રહી છે. ગત સીઝનમાં સમાન સમય સુધી માત્ર એક મિલ ચાલી રહી હતી. રાજ્યમાં ચાલુ સીઝનમાં અત્યારસુધી 106.16 લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું છે.

ઉત્તરપ્રદેશમાં 15 મે 2021 સુધી 108.70 લાખ ટન ખાંડનુ ઉત્પાદન થયુ છે જ્યારે પાછલા વર્ષ સમાન સમયમાં ઉત્પાદન 122.28 લાખ ટનથી તે 13.58 લાખ ટન ઓછુ છે. રાજ્યમાં 120 સુગર મિલોમાંથી 99 બંધ થઇ ચૂકી છે તેમજ 21માં હાલ શેરડી નું પિલાણ થઇ રહ્યુ છે. પાછલા વર્ષ સમાન સમયમાં 46 સુગર મિલો શેરડીનું પિલાણ કરી રહી હતી.

કર્ણાટકમાં 15 મે સુધી 66 સુગર મિલોએ 41.67 લાખ ટન ખાંડનું ઉત્પાદન કર્યુ. અલબત્ત કેટલાંક સુગર મિલોમાં વિશેષ શેરડીનીં પિલાણ સીઝન જુલાઇથી શરૂ થશે. રાજ્યમાં પાછલા વર્ષ સમાન સમયમાં ખાંડનું ઉત્પાદન 33.82 લાખ ટન હતુ. સ્પેશિયલ સીઝનમાં 1.12 લાખ ટન ખાંડનું ઉત્પાદન થયુ હતુ.

ગુજરાતમાં 15 મે સુધી કુલ  ખાંડનું ઉત્પાદન 10.17 લાખ ટન થયુ. જ્યારે પાછલા વર્ષ સમાન સમયમાં 9.32 લાખ ટન ખાંડનુ ઉત્પાદન થયુ હતુ. રાજ્યમાં 15 સુગર મિલોમાંથી 13માં શેરડીનું પિલાણ બંધ થઇ ચૂક્યુ છે. તમિલનાડુમાં 28 સુગર મિલો માંથી 11 ચાલી રહી છે તેમજ અત્યાર સુધી 6.33 લાખ ટન ખાંડનું ઉત્પાદન થયુ છે.

ઇસ્મા દ્વારા અપાયેલી માહિતી મુજબ અત્યાર સુધી 57 લાખ ટન ખાંડની નિકાસના કરાર કર્યા છે. તેમાંથી લગભગ 27 લાખ ટન ખાંડની નિકાસ જાન્યુઆરીથી એપ્રિલ 2021 દરમિયાન થઇ ચૂકી છે.