- તાતા સન્સ પાસે એર એશિયા ઇન્ડિયાની 100 ટકા હિસ્સેદારી આવી શકે
- હાલ એર એશિયા ઇન્ડિયામાં તાતા સન્સની હિસ્સેદારી 51 ટકા છે
- મલેશિયાની કંપની એર એશિયાની હિસ્સેદારી 49 ટકા છે
નવી દિલ્હી: તાતા સન્સ પાસે એર એશિયા ઇન્ડિયાની 100 ટકા હિસ્સેદારી આવી શકે છે. કોરોના વાયરસ સંકટને કારણે ઉભી થયેલી નાણાભીડ વચ્ચે બજેટ એરલાઇન્સમાં મલેશિયાની પેરેન્ટ કંપનીની સમગ્ર ભાગીદારી ખરીદવા માટે તે વાતચીત કરી રહી છે. આપને જણાવી દઇએ કે હાલ એર એશિયા ઇન્ડિયામાં તાતા સન્સની હિસ્સેદારી 51 ટકા અને મલેશિયાની કંપની એર એશિયાની હિસ્સેદારી 49 ટકા છે.
નાણાકીય સંકટને કારણે એર એશિયા ભારતીય જોઇન્ટ વેન્ચર કંપનીમાં મૂડીનં રોકાણ કરવા ઇચ્છુક નથી. તે ઇચ્છે છે કે જેવી દેવું લઇને પોતાનું સંચાલન કરે. તાતા સન્સ જેવીમાં એર એશિયાની હિસ્સેદારી ખરીદવા માટે બંધાયેલ છે.
આ અંગે એર એશિયાના સીઇઓ ટોની ફર્નાન્ડિઝે કહ્યું કે, ભારત કંપની માટે પેરીફેરલ માર્કેટ છે એટલે કે ભારત તેનું મુખ્ય બજાર નથી. તેમણે કહ્યું કે, અમે એવું ક્યારેય નથી કહ્યું કે અમે ભારતમાંથી નીકળી જઇશું.
નોંધપાત્ર છે કે કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ એવા સંકેત આપ્યા હતા કે એરએશિયા ભારતમાં પોતાનું સંચાલન બંધ કરી શકે છે. જો કે હવે તાતા સન્સ તેમાં 100 ટકા હિસ્સેદારી લઇ શકે છે.
(સંકેત)