- દેશમાં લોકડાઉન બાદ આસામમાં પૂરથી ચાના પાકને નુકસાન
- ચાના પાકને નુકસાન થવાથી ચાના ઉત્પાદનમાં પણ થયો ઘટાડો
- અનેક કંપનીઓએ ચાના ભાવમાં કર્યો વધારો
દેશમાં લોકડાઉન બાદ આસામમાં પૂરના કારણે તારાજી સર્જાઇ છે. પૂરના કારણે ચાના પાકને સૌથી મોટું નુકસાન થયું છે. તે ઉપરાંત દેશવ્યાપી લોકડાઉનને કારણે પણ ચાના પાકને અસર થઇ છે. લોકડાઉનમાં શ્રમિકો પણ પોતાના વતન પરત ફર્યા હોવાથી ઉત્પાદનને અસર થઇ છે. પૂરના કારણે આસામમાં કેટલાક ચાના બગીચાઓ પાણીમાં ગરકાવ થઇ ગયા છે.
લોકડાઉન તેમજ પૂરના કારણે ચાના ઉત્પાદનમાં 20 કરોડ કિલોની ઘટની શક્યતા છે. ઉત્પાદન ઘટવાને કારણે આગામી દિવસોમાં ચાના ભાવ ઉંચકાઇ શકે તેવી શક્યતા સેવાઇ રહી છે. વરસાદને કારણે 20 કરોડ કિલોગ્રામ પાકનો નાશ થઇ ગયો છે.
ચાનું ઉત્પાદન ઘટવાથી સ્થાનિક બજારોમાં ચાના ભાવમાં કિલોદીઠ 100 રૂપિયા જેટલો વધારો થયો છે. દેશની જાણીતી કંપનીઓ હિન્દુસ્તાન યુનિલિવર, તાતા કન્ઝ્યુમર પ્રોડકટ્સ તેમજ વાઘબકરીએ ચાના ભાવમાં 10-15 ટકાનો વધારો કર્યો છે.
(સંકેત)