- દેવા સામે ઝઝુમતા ટેલિકોમ સેક્ટર માટે રાહતના સમાચાર
- સરકારે ટેલિકોમ સેક્ટર માટે રાહત પેકેજની જાહેરાત કરી
- ટેલિકોમ સેક્ટર માટે એડજસ્ટેડ ગ્રોસ રેવેન્યુ એરિયર્સની વ્યાખ્યા બદલાઇ
નવી દિલ્હી: પીએમ મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી જેમાં ટેલિકોમ સેક્ટર માટે રાહત આપતો નિર્ણય લેવાયો છે.
ટેલિકોમ સેક્ટર માટે સરકારે રાહત પેકેજ આપવાની વાત કરી છે. ટેલિકોમ મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, ટેલિકોમ સેક્ટરમાં 9 મોટા સ્ટ્રક્ચરલ રિફોર્મ થયા છે. એડજસ્ટેડ ગ્રોસ રેવેન્યુ એરિયર્સની વ્યાખ્યા બદલવામાં આવશે. એજીઆરના સંકટનો સામનો કરી રહેલી કંપનીઓ માટે આ મોટા સમાચાર છે. પેનલ્ટીમાં રાહત અપાઇ છે તેમજ સ્પેક્ટ્રમનો ગાળો પણ 20 થી વધારીને 30 વર્ષ કરવામાં આવ્યો છે.
ટેલિકોમ સેક્ટર માટે રાહત પેકેજ બાદ ટેલિકોમ શેર્સમાં તેજી જોવા મળી હતી. ભારતી એરટેલનો શેર 732.80 રૂપિયાની સપાટી વટાવી ગયો. વોડાફોન-આઇડિયાના શેર્સમાં પણ 50.42 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.
ટેલિકોમ સેક્ટરને નીચેની રાહત મળશે
- તેના બાકીના દેવા માટે ટેલિકોમ સેક્ટરને વધુ ચાર વર્ષનો સમય મળશે
- વોડાફોન આઇડિયાએ સરકારે જે રકમ ચૂકવવાની છે તેની રાહત મળશે
- ટેલિકોમ કંપનીઓને તેમના સ્પેક્ટ્રમની બાકી રકમ પર વ્યાજને સરકારી ઇક્વિટીમાં ટ્રાન્સફર કરવાનો વિકલ્પ મળી શકે છે
સરકારે આપેલી રાહત બાદ ટેલિકોમ કંપનીઓ ટેરિફ ચાર્જ પણ ઘટાડે તેવી શક્યતા પ્રબળ બની છે. સૂત્રો અનુસાર સરકારના રાહત પેકેજથી ટેલિકોમ કંપનીઓ રાહતનો શ્વાસ લઇ શકશે.
સૂત્રો અનુસાર BSNL-MTNL પર મોટું દેવું છે. આ બંને કંપનીઓમાં પણ મોટી રાહત થવાની અપેક્ષા છે. લોન ઇક્વિટીમાં રૂપાંતરિત થાય તેવી સંભાવના છે.
સરકાર ઇચ્છે તો ભાગીદારી સક્ષમ ઘરેલું નાણાકીય પેઢીને સોંપવા તૈયાર છે. વોડાફોન આઇડિયા લિમિટેડ (વીઆઇએલ)ની રચના યુકેની ટેલિકોમ જાયન્ટ વોડાફોન અને બિરલાની આઇડિયા સેલ્યુલર લિમિટેડના ભારતીય યુનિટના મર્જર બાદ કરવામાં આવી હતી.