1. Home
  2. ગુજરાતી
  3. ટેલિકોમ કંપનીઓએ 31 માર્ચ સુધીમાં બાકી AGRની 10 % રકમ ચૂકવવી પડશે
ટેલિકોમ કંપનીઓએ 31 માર્ચ સુધીમાં બાકી AGRની 10 % રકમ ચૂકવવી પડશે

ટેલિકોમ કંપનીઓએ 31 માર્ચ સુધીમાં બાકી AGRની 10 % રકમ ચૂકવવી પડશે

0
Social Share
  • ટેલિકોમ કંપનીઓની મુશ્કેલીમાં થયો વધારો
  • 31 માર્ચ સુધીમાં બાકી AGRની 10 ટકા રકમ ચૂકવવી પડશે
  • 31 માર્ચ સુધી 12,921 કરોડ રૂપિયાની બાકી રકમ આવવાની અપેક્ષા છે

ટેલિકોમ કંપનીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. સરકારી સૂત્રોનુસાર ભારતી એરટેલ અને વોડાફોન આઇડિયા સહિત તમામ ટેલિકોમ કંપનીઓને સમાયોજીત સકળ રાજસ્વના બાકીના 10 ટકાનું પેમેન્ટ માર્ચ 2021 સુધી કરવાનું રહેશે. તેના પહેલા કરવામાં આવેલ આંશિક ચૂકવણીથી આમાં કોઇ ફરક નહીં પડે. હાલમાં સંચાલનવાળી ટેલિકોમ કંપનીઓ દ્વારા 31 માર્ચ સુધી 12,921 કરોડ રૂપિયાની બાકી રકમ આવવાની અપેક્ષા છે, જેમાંથી લગભગ 80 ટકા પેમેન્ટ વોડાફોન આઇડિયા અને ભારતી એરટેલએ કરવાનું છે.

ટેલિકોમ વિભાગ અનુસાર હાઇકોર્ટનો આદેશ એકદમ સ્પષ્ટ છે કે ટેલિકોમ કંપનીઓએ ડોટ દ્વારા માંગવામાં આવેલા રકમના 10 ટકા 31 માર્ચ 2021 સુધી ચૂકવવા પડશે. ડોટે પહેલા જ પૂરા એજીઆરના બાકીની રકમની માંગણી કરી છે.

વોડાફોન આઈડિયાને લગભગ 5,825 કરોડ રૂપિયા અને ભારતી એરટેલને 4,398 કરોડ રૂપિયા આપવાના રહેશે, જેની કુલ બાકી રકમ ક્રમશઃ 58,254 કરોડ રૂપિયા અને રૂ. 43,980 કરોડ છે. અધિકારીએ કહ્યું કે, આ ચુકવણી વોડાફોન આઈડિયા અને એરટેલ દ્વારા આંશિક ચુકવણી રૂપે અનુક્રમે 7,854 કરોડ અને રૂ. 18,004 કરોડ ચૂકવવામાં આવ્યા છે.

સુપ્રીમ કોર્ટ આ ચુકવણી અંગે પહેલાથી જાગૃત છે. છતાં તેણે સ્પષ્ટપણે ડોટ દ્વારા માંગેલી કુલ બાકી રકમના 10 ટકાનો ઉલ્લેખ કર્યો છે. તેવી જ રીતે, બીએસએનએલ અને એમટીએનએલ જેમણે કોઈ ચુકવણી કરી નથી, તેમને આ નાણાકીય વર્ષના અંત સુધીમાં અનુક્રમે રૂ. 583.5 કરોડ અને 435 કરોડ ચૂકવવા પડશે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code