Site icon Revoi.in

ટેલિકોમ સેક્ટરને મળશે વેગ, સરકારે PLI સ્કીમને આપી મંજૂરી

Social Share

નવી દિલ્હી: મોદી સરકારે કેબિનેટ બેઠકમાં ટેલિકોમ સેક્ટરને બૂસ્ટર ડોઝ આપ્યો છે. કેબિનેટ બેઠકમાં ટેલિકોમ સેક્ટરને પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમનો ફાયદો આપવાની મંજૂરી આપી છે.

કેન્દ્રીય મંત્રીમંડળે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) લાગુ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ હેઠળ આગામી 5 વર્ષોમાં લગભગ બે લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવશે. સુત્રોએ જણાવ્યુ કે, 57,000 કરોડ રૂપિયાનું મહત્તમ ઇન્સેન્ટિવ હાંસલ કરનાર ક્ષેત્રોમાં ઓટો કોમ્પોનન્ટ્સ અને ઓટોમોબાઇલ સેક્ટર હોઇ શકે છે. તે ઉપરાંત જે ઔદ્યોગિક ક્ષેત્રોને આ યોજનાનો ફાયદો મળશે તેમાંજ એડવાન્સ સેલ કેમિસ્ટ્રી, બેટરી, ફાર્મા, ફૂડ પ્રોડ્કટ્સ અને વ્હાઇટ ગુડ્સ શામેલ છે.

આજની બેઠકમાં ટેલિકોમ અને નેટવર્કિંગ ડિવાઈસ માટે પીએલઆઈ યોજનાને મંજૂરી આપી છે. ટેલિકોમ કંપનીઓ માટે સરકારે 12,000 કરોડની આ પ્રોડકશન લિંક્ડ સ્કીમ જાહેર કરી છે.

Information Technology મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે મેક ઈન્ડિયા અંતર્ગત રોજગાર સર્જન માટે આ સ્કીમનો ફાયદો ટેલિકોમ ડિપાર્ટમેન્ટને આપવાની જાહેરાત કરી છે.

પ્રસાદે કહ્યું કે પીએલઆઈ સ્કીમ 1લી એપ્રિલ, 2021થી લાગુ થશે. રૂ. 12,195 કરોડની આ સ્કીમનો લાભ કંપનીઓને આગામી 5 વર્ષ સુધી મળશે.

જોકે મહત્વની વાત એ છે કે કોરોના મહામારી સમય દરમિયાન સરકારે આ જ પ્રકારની એક પીએલઆઈ સ્કીમ અમલમાં મુકી હતી,જેનો ઉદ્દેશ્ય મોબાઈલ અને અન્ય કોમ્પોનેન્ટના ઉત્પાદનને વેગ આપવાનો હતો.

સરકાર હવે ઘરેલું લેવલે જ લેપટોપ, કોમ્પયુટર અને ટેબલેટ બનવામાં આ સ્કીમ થકી મદદ કરશે. આ સિવાય 5જી બેઝ સ્ટેશન, એન્ટીના અને રાઉટર્સના ઘરેલું ઉત્પાદનમાં મદદ થશે.

સરકારની પાંચ વર્ષની આ 12,195 કરોડની PLI સ્કીમથી ટેલિકોમ સેક્ટરના પ્રોડ્કશનમાં 2.4 લાખ કરોડનો વધારો થવાની સંભાવના પ્રસાદે વ્યકત કરી છે. નાણાંકીય વર્ષ 2019-20ને બેઝ વર્ષ તરીકે ગણવામાં આવશે.

(સંકેત)