Site icon Revoi.in

નાણાં પ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં યોજાશે GST કાઉન્સિલની 46મી બેઠક, આ મુદ્દા પર રહેશે નજર

Social Share

નવી દિલ્હી: ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલની 46મી બેઠક નાણાપ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં 31 ડિસેમ્બરના રોજ યોજાવ જઇ રહી છે ત્યારે ખાસ કરીને કાપડના જીએસટી દરના નિર્ણય પર સૌ કોઇની નજર છે. આ બેઠકમાં જીએસટી દરમાં સુધારા અંગે ચર્ચા કરવામાં આવશે. GST કાઉન્સિલની 46મી બેઠક 31 ડિસેમ્બરના રોજ દિલ્હીમાં યોજાશે.

જીએસટી કાઉન્સિલની બેઠકમાં રાજ્યોના નાણા પ્રધાનોની એક પેનલ દરોને તર્કસંગત બનાવવા માટે પોતાનો અહેવાલ પ્રસ્તુત કરશે. પેનલે રિફંડ ઘટાડવા માટે તે ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચર હેઠળની વસ્તુઓની પણ સમીક્ષા કરી છે. વધુમાં રાજ્ય અને કેન્દ્રીય સત્તાવાળાઓની બનેલી ફિટમેન્ટ કમિટીએ સ્લેબ અને દરોમાં ફેરફાર અને ડિસ્કાઉન્ટ લિસ્ટમાંથી વસ્તુઓને દૂર કરવા માટે પણ ભલામણો કરી છે.

અત્યારે જીએસટીના ચાર સ્લેબની વાત કરીએ તો, 5 ટકા, 12 કા, 18 ટકા અને 28 ટકા છે. આવશ્યક ચીજવસ્તુઓ GST મુક્ત છે અથવા સૌથી નીચા સ્લેબ પર લાદવામાં આવે છે જ્યારે લક્ઝરી અને હલકી ગુણવત્તાવાળી વસ્તુઓ સૌથી વધુ સ્લેબ લાદવામાં આવે છે.

આવક પર સ્લેબ તર્કસંગતતાની અસરને સંતુલિત કરવા માટે, 12 અને 18 ટકા સ્લેબના વિલીનીકરણ તેમજ મુક્તિ શ્રેણીમાંથી અમુક વસ્તુઓને બાકાત રાખવાની માંગ કરવામાં આવી છે.

બીજી તરફ ટેક્સટાઇલમાં પ્રસ્તાવિત વધારો ઘટાડવાની માંગ કરવામાં આવી છે. પશ્વિમ બંગાળના ભૂતપૂર્વ નાણાં પ્રધાન અમિત મિત્રાએ પણ ટેક્સટાઇલમાં 5 ટકાથી 12 ટકાનો પ્રસ્તાવિત વધારો પાછો ખેંચી લેવા વિનંતી કરી છે અને કહ્યું કે તે લગભગ 1 લાખ ટેક્સટાઇલ યુનિટ બંધ થશે અને 15 લાખ જેટલા લોકો નોકરી ગુમાવી શકે છે.