Site icon Revoi.in

કેન્દ્રીય કર્મચારીઓને મળશે દશેરાની ભેટ, મોદી સરકાર વધારી શકે છે મોંઘવારી ભથ્થુ

Social Share

નવી દિલ્હી: કેન્દ્રીય કર્મચારીઓ માટે કેન્દ્ર સરકાર દિવાળી ભેટ લઇને આવી રહી છે. આ વર્ષે કેન્દ્રીય કર્મચારીઓને મળતા મોંઘવારી ભથ્થામાં વધારો થઇ શકે છે. તેઓના DAમાં 3 ટકા જેટલો વધારો થઇ શકે છે.

કેન્દ્રીય કર્મચારીઓને દશેરા પહેલા સારા સમાચાર મળી શકે છે. કર્મચારીઓના મોંઘવારી ભથ્થા તેમજ પેન્શનરો માટે મોંઘવારી રાહતમાં વધારો થવાની સંભાવના છે. તેનાથી 1 કરોડથી વધુ કેન્દ્રિય કર્મચારીઓને લાભ મળશે. સરકારે તાજેતરમાં જ DA 17 ટકાથી વધારીને 28 ટકા કરવાની જાહેરાત કરી હતી.

જો કે જુલાઇ 2021 માટે મોંઘવારી ભથ્થુ નક્કી નથી કરાયું. પરંતુ જાન્યુઆરીથી મે 2021 માટે AICPIના ડેટા પરથી સ્પષ્ટ છે કે તેમાં 3 ટકાનો વધારો થઇ શકે છે. આ રીતે, 3 ટકા વધ્યા પછી, મોંઘવારી ભથ્થુ 31 ટકા સુધી પહોંચી જશે. સરકાર દશેરા અથવા દિવાળીની આસપાસ ડીએ વધારવાની જાહેરાત કરી શકે છે. તેની ચૂકવણી આગામી વર્ષે જાન્યુઆરી 2022 સુધી કરવામાં આવશે.

કોરોના મહામારીના સંકટકાળને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે કર્મચારીઓને જાન્યુઆરી 2020થી DAમાં વધારાની ચૂકવણી બંધ કરી દીધી હતી. જાન્યુઆરી 2020માં DAમાં 4 ટકા, જૂન 2020માં 3 ટકા તેમજ જાન્યુઆરી 2021માં 4 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. પરંતુ આ વધારો ચૂકવ્યો નહીં. હવે સરકારે નક્કી કર્યું છે કે 1 જાન્યુઆરી, 2020 થી 30 જૂન, 2021 સુધી કેન્દ્રીય કર્મચારીઓનો ડીએ 17 ટકા રહેશે.