Site icon Revoi.in

સેન્ટ્રમ-ભારતપેના કન્સોર્ટિયમને સ્મોલ ફાઇનાન્સ બેંકનું લાઇસન્સ મળ્યું

Social Share

નવી દિલ્હી: સેન્ટ્રલ ફાઇનાન્સિયલ સર્વિસિસ લિમિટેડ અને ભારતપેના કન્સોર્ટિયમને સ્મોલ ફાઇનાન્સ બેંકનું લાઇસન્સ અપાયું છે. RBIએ તેને લાઇસન્સ જારી કર્યું છે. સેન્ટ્રમે એક નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, લગભગ 6 વર્ષના ગાળા બાદ નવું બેંક લાઇસન્સ આપવામાં આવ્યું છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, નવી સ્મોલ ફાઇનાન્સ બેંકનું નામ યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેંક હશે. યુનિટી નામ સેન્ટ્રમ અને ભારતપે બંને માટે ઘણી રીતે ખૂબ મહત્વ ધરાવે છે. આ પ્રથમ વખત છે જ્યારે બે ભાગીદારો એક સાથે બેંકની રચના કરવા આવી રહ્યાં છે. સેન્ટ્રમના MSME અને માઇક્રો ફાઇનાન્સ વ્યવસાયોને યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેંકમાં મર્જ કરાશે.

આ અંગે ભારતપેના સહ સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર અશનીર ગ્રોવરે કહ્યું કે, SFB લાઇસન્સ સાથે ભારતપે અને સેન્ટ્રમના એકતાને સોંપવા બદલ હું RBIનો આભાર માનું છું. અમે આ તકનો લાભ લેવા અને ભારતની પ્રથમ સાચી ડિજીટલ બેંક બનાવવા માટે અથાક અને સ્માર્ટ રીતે કામ કરીશું.

મહત્વનું છે કે, સેન્ટ્રમ-ભારતપે એ સંકટગ્રસ્ત સહકારી બેંક પંજાબ અને મહારાષ્ટ્ર સહકારી બેંક હસ્તગત કરી છે.