Site icon Revoi.in

કડાકા બાદ હવે બિટકોઇનમાં ફરીથી ઉછાળો, ભાવ 50 હજાર નજીક

Social Share

નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં ક્રિપ્ટોકરન્સીની બોલબાલા વધી રહી છે અને કડાકા બાદ હવે ક્રિપ્ટોના ભાવમાં ફરીથી ઉછાળો જોવા મળ્યો છે. અમેરિકામાં રિટેલ સેલના સારા આંકડાના પરિણામે વૈશ્વિક સ્તરે વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો ઇન્ડેક્સ વધ્યાના નિર્દેશો હતા અને તેની અસર ક્રિપ્ટો પર પણ જોવા મળી હતી.

અમેરિકામાં હવે આવતા સપ્તાહમાં મંગળ તથા બુધવારે મળનારી ફેડરલ રિઝર્વની મિટિંગ પર ખેલાડીઓની નજર રહી હતી. આ મિટિંગમાં બોન્ડ બાઈંગ ઘટાડવા વિશે કેવા સંકેતો મળે છે તેની રાહ બજારમાં જોવાઈ રહી હતી.

દરમિયાન, બિટકોઈનના ભાવ આજે નીચામાં 46763થી 46764 ડોલર રહ્યા પછી ઉંચામાં ભાવ 48800 ડોલર સુધી ઉછળી 48472થી 48473 ડોલર રહ્યા હતા. બિટકોઈનમાં આજે 799થી 800 મિલીયન ડોલરનું  ટ્રેડીંગ થયું હતું તથા ભાવ ઉંચકાતાં માર્કેટ કેપ 890થી 891 અબજથી ફરી વધી 900 અબજ ડોલર પાર કરી 912થી 913 અબજ ડોલર થયાના નિર્દેશો હતા.

બીજી તરફ, ઇથેરના ભાવ આજે નીચામાં 3351થી 3352 ડૉલર તથા ઉંચામાં 3541 થી 3542 થઇ 3486થી 3487 ડૉલ રહ્યા હતા. ઇથેરમાં આજે 1.03 અબજ ડૉલરનુ ટ્રેડિંગ થયું હતું તથા માર્કેટ કેપ 406થી 407 અબજથી વધી 408થી 409 અબજ ડૉલર થયાના નિર્દેશો હતો.

સ્મોલ કેપ ક્રિપ્ટોમાં આજે એક્સઆરપીના ભાવ નીચામાં 106થી 107 સેન્ટ થયા પછી વધી 109થી 110 સેન્ટ બોલાઈ રહ્યા હતા. એક્સઆરપીમાં આજે 3.05 અબજ ડોલરના સોદા થયા હતા તથા માર્કેટ કેપ 106થી 107 અબજથી વધી 108થી 109 અબજ ડોલર થઇ હતી.