Site icon Revoi.in

રિલાયન્સ રિટેલમાં 9,555 કરોડ રૂપિયાનું રોકાણ કરશે પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ ફંડ, 2.04% હિસ્સેદારી ખરીદશે

Social Share

નવી દિલ્હી: રિલાયન્સ રિટેલમાં વધુ એક કંપની રોકાણ કરવા જઇ રહી છે, સાઉદી અરેબિયા સ્થિત ઇન્વેસ્ટમેન્ટ ફર્મ PIF (Public Investment Fund) રિલાયન્સ રિટેલમાં રોકાણ કરશે. PIF રિલાયન્સ રિટેલમાં 2.04 ટકા ભાગીદારી 9,555 કરોડ રૂપિયામાં ખરીદશે.

PIF સાઉદી અરેબિયાનું સૉવરન વેલ્થ ફંડ છે. આ પહેલા પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ ફંડ તરફથી જિયો પ્લેટફૉર્મ્સમાં રોકાણ કરવામાં આવી ચૂક્યું છે. જીયો પ્લેટફોર્મ્સમાં પીઆઇએફ તરફથી 2.32 ટકા ભાગીદારી 11,367 કરોડ રૂપિયાનું રોકાણ કરીને ખરીદવામાં આવી છે.

રિલાયન્સ રિટેલને છેલ્લા કેટલાક મહિનામાં વિદેશી રોકાણકારો પાસેથી ફંડ મેળવવામાં મોટી સફળતા મળી છે. દેશની સૌથી મોટી રિટેલ બિઝનેસ કંપનીને થોડા જ સપ્તાહની અંદર 47,265 કરોડ રૂપિયાથી વધારેનું ફંડ મળી ચૂક્યું છે.

નોંધનીય છે કે દેશના સંગઠિત રિટેલ વેપારમાં રિલાયન્સે વર્ષ 2006માં શરૂઆત કરી હતી. સૌથી પહેલા આ કંપનીએ હૈદરાબાદમાં રિલાયન્સ ફ્રેશ સ્ટોર ખોલ્યા હતા. કંપનીનો આઇડિયા હતો કે તે નજીકના બજારમાંથી ગ્રાહકોને ગ્રોસરી અને શાકભાજી ઉપલબ્ધ કરાવે. કંપનીએ શરૂઆતમાં કન્ઝૂમર ડ્યૂરેબલ્સ, ફાર્મસી અને લાઇફસ્ટાઇલ પ્રોડક્ટ્સ ઉપલબ્ધ કરાવવાનું શરૂ કર્યું અને બાદમાં કંપનીએ ઇલેક્ટ્રોનિક્સ, ફેશન અને કેશ એન્ડ કેરી બિઝનેસમાં પણ પ્રવેશ કર્યો.

(સંકેત)