1. Home
  2. ગુજરાતી
  3. સેન્સેક્સમાં તેજીની ચાલ, હવે 50000ની સપાટીથી માત્ર 200 પોઇન્ટ જ દૂર
સેન્સેક્સમાં તેજીની ચાલ, હવે 50000ની સપાટીથી માત્ર 200 પોઇન્ટ જ દૂર

સેન્સેક્સમાં તેજીની ચાલ, હવે 50000ની સપાટીથી માત્ર 200 પોઇન્ટ જ દૂર

0
Social Share
  • સેન્સેક્સમાં સતત તેજીની ચાલ
  • હવે 50000ની સપાટીથી માત્ર 200 પોઇન્ટ દૂર
  • વેક્સિનના અહેવાલો પાછળ પણ શેરબજારમાં તેજી જોવા મળી

મુંબઇ: સ્ટોક માર્કેટમાં છેલ્લા કેટલાક સમયથી તેજીનો ઘોડો રફતાર પકડી રહ્યો છે જો કે તેજીની ચાલ પર બ્રેક લાગી હતી. જો કે આમ છતાંય ઇન્ટ્રાડે બેઉ આગેવાન ઇન્ડેક્સ નવી ઓલટાઇમ હાઇ સપાટીને સ્પર્શ્યો હતો.

તાજેતરમાં શરૂ થયેલ કોર્પોરેટ પરિણામોની સીઝનનો પ્રારંભ અપેક્ષાથી સારા પ્રમાણમાં થતા તેમજ વેક્સિન અંગેની પ્રગતિના અહેવાલો પાછળ વિદેશી રોકાણકારોએ નવી લેવાલી ચાલુ રાખી હતી.

બીજી તરફ ફંડો તેમજ મોટા ખેલાડીઓ દ્વારા ઉંચા મથાળે નફારૂપી વેચવાલી હાથ ધરવામાં આવી હતી. આમ, સત્રમાં બજારમાં અફડાતફડીનો માહોલ જોવા મળ્યો હતો.

મુંબઈ શેરબજાર ખાતે કામકાજનો પ્રારંભ ઊંચા મથાળે થયા બાદ નવી લેવાલીએ સેન્સેક્સ ઈન્ટ્રાડે વધીને ૪૯૭૯૫.૧૯ની નવી ઓલટાઈમ હાઈને સ્પર્શી ગયો હતો. આમ, સેન્સેક્સ ૫૦,૦૦૦ની સપાટીથી માત્ર ૨૦૦ પોઈન્ટ દૂર રહ્યો છે. જો કે, પાછળથી વેચવાલીના દબાણ પાછળ સેન્સેક્સ ઝડપથી પાછો ફર્યો હતો અને કામકાજના અંતે ૨૪.૭૯ પોઈન્ટ ઘટી ૪૯૪૯૨.૩૨ની સપાટીએ બંધ રહ્યો હતો.

એનએસઈ ખાતે પણ નવી લેવાલીએ નિફ્ટી ઈન્ટ્રાડે વધીને ૧૪૬૫૩.૩૫ની નવી ઓલટાઈમ હાઈ સપાટીને સ્પર્શી પાછો ફર્યો હતો. જો કે, કામકાજના અંતે તે માત્ર ૧.૪૦ પોઈન્ટ વધીને ૧૪૫૬૪.૮૫ની નવી ઊંચી સપાટીએ બંધ રહ્યો હતો. વિદેશી રોકાણકારોએ આજે વધુ રૂ. ૧૮૭૯ કરોડની ખરીદી કરી હતી.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code