Site icon Revoi.in

કોવિડ ઇફેક્ટ: દેશમાં બેકારી મે મહિનામાં વધીને 14.5% નોંધાઇ

Social Share

નવી દિલ્હી: કોરોના મહામારીને કારણે અર્થતંત્રને વ્યાપક પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે અને ખાસ કરીને આર્થિક ગતિવિધિઓ અને વેપાર-ધંધાને અસર થતા બેકારીમાં વધારો થયો છે. વર્ષ 2021માં 16મેના રોજ પૂરા થતાં સપ્તાહમાં બેકારીનો દર વધીને 14.5 ટકા થયો છે. એપ્રિલમાં તે 8 ટકા હતો. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીના ડેટામાં આ માહિતી અપાઇ છે. ગત વર્ષે એપ્રિલ-મે મહિનામાં બેકારી દર 23 ટકાથી ઉપર રહ્યો હતો.

સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીના સાપ્તાહિક વિશ્લેષણ અનુસાર, આ વર્ષે એપ્રિલમાં બેરોજગારીમાં વધારો થયો છે. કન્ઝ્યુમર સેન્ટિમેન્ટમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. મે મહિનામાં બેરોજગારીનો દર 10 ટકાથી વધુ રહે તેવું અનુમાન છે.

CMIEના આંકડા દર્શાવે છે કે કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ ઇન્ડેક્સ સતત પાંચમાં સપ્તાહમાં 1.5 ટકાનો ઘટાડો નોંધાવ્યો છે. માર્ચના છેલ્લા સપ્તાહથી ઇન્ડેક્સમાં 9. ટકાનો ઘટાડો થવા પામ્યો છે. આ વર્ષના એપ્રિલમાં, કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ ઇન્ડેક્સ 2019-20ની તુલનાએ 49 ટકા નીચે હતો.

બેકારી દર વધવાને કારણે પરિવારની આવકમાં મોટા પાયે ઘટાડો થયો છે અને ભવિષ્યની ચિંતા પણ છે. આ જ કારણોસર કન્ઝ્યુમર ઇન્ડેક્સમાં ઘટાડો જોવા મળ્યો છે. આંકડા અનુસાર લગભગ 55.5 ટકા પરિવારની આવકમાં ઘટાડો થયો છે. 41.5 ટકા પરિવારો અનુસાર 1 વર્ષ પહેલાની તુલનામાં તેમની આવકમાં કોઇ ફેરફાર થયો નથી.