- RBIએ થોડાક દિવસો પહેલા એટીએમ ચાર્જ વધારાને આપી છે મંજૂરી
- જો કે જો તમારી પાસે આ ત્રણ બેંકના ATM કાર્ડ છે તો ફ્રીમાં કેશ વિથડ્રોઅલ કરી શકો છો
- તે માટે તમારી પાસે ઇન્ડસઇન્ડ બેંક, IDBI અને સિટી બેંકની કાર્ડ હોવું જરૂરી છે
નવી દિલ્હી: થોડાક દિવસો પહેલા જ RBIએ ગ્રાહકોની ફ્રી લિમિટ પૂર્ણ થયા બાદ એટીએમ ચાર્જને વધારવાની મંજૂરી આપી છે. RBIએ બેંકોને હાયર ઇન્ટરચેન્જ ચાર્જ અને એટીએમ ઓપરેશનલ કોસ્ટમાં વધારાની ક્ષતિપૂર્તિના નામ પર આ મંજૂરી આપી હતી. આ બાદ હવે ફ્રી કેશ વિડ્રોઅલ બાદ ATMમાંથી રોકડ ઉપાડ વધુ મોંઘુ પડશે. આવામાં કેટલીક બેંકોએ પોતાના ગ્રાહકોને અનલિમિટેડ કેશ ઉપાડવાની સુવિધા પૂરી પાડી રહી છે.
વર્તમાન વર્ષના ઑગસ્ટ મહિનાથી બેંકો પોતાની આ ફીમાં વધારો કરશે. અત્યારે દેશમાં મોટાભાગની ખાનગી અને સરકારી બેંક અર્બન સિટી અને ટાઉનમાં 3 થી 5 ફ્રી એટીએમ ટ્રાન્ઝેક્શનની મંજૂરી આપે છે. જો કે ગ્રામીણ વિસ્તારોમાં બેંક વધુમાં વધુ 5 એટીએમ ટ્રાન્ઝેક્શનની મંજૂરી આપે છે. જે બેંકોએ પોતાના ગ્રાહકોને ફ્રી કેશ વિથડ્રોઅલની સુવિધા આપી છે તેમાં ઇન્ડસઇન્ડ બેંક, IDBI બેંક, અને સિટિ બેંકનો સમાવેશ થાય છે.
RBIએ બેંકોને ઇન્ટરચેજ ચાર્જ તરીકે 16 રૂપિયાની જગ્યાએ 17 રૂપિયા વસૂલવાની મંજૂરી આપી છે. કાર્ડ ઉપલબ્ધ કરાવતી બેંક દ્વારા જેનું એટીએમ કેશ કાઢવા માટે ઉપયોગમાં લેવાય તે બેંકની ચૂકવણી થાય છે. જ્યારે નોન ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન એટીએમ ચાર્જ 5 રૂપિયાથી વધારીને 6 રૂપિયા કરાયો છે.
જો તમે IDBI બેંકના ગ્રાહક છો તો બેંકમાં ખાતુ ખોલાવવાની યોજના બનાવી રહ્યો છો તો તમને એટીએમ પર પ્રી અનલિમિટેડ ટ્રાન્ઝેક્શન ઑફર કરી રહી છે. જ્યારે ઇન્ડસઇન્ડ બેંક ભારતમાં કોઇપણ બેંકના એટીએમ પર અનલિમિટેડ ફ્રી એટીએમ ટ્રાન્ઝેક્શનની સુવિધા પૂરી પાડે છે.