Site icon Revoi.in

એક વર્ષમાં ક્રિપ્ટોકરન્સી ટેરામાં 15,000 ટકાનો ઉછાળો, ટોપ 10માં થઇ સામેલ

Social Share

– એક વર્ષમાં 15,000 ટકા વધી ક્રિપ્ટોકરન્સી ટેરા
– ટેરા વિશ્વની ટોપ 10 ક્રિપ્ટોકરન્સીઝમાં સામેલ થઇ ચૂકી છે
– તેનું માર્કેટ કેપ 26 અબજ ડોલરની આસપાસ છે

નવી દિલ્હી: વિશ્વમાં ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ઉતાર ચડાવ જોવા મળતા હોય છે. ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં હાલમાં ઘણી અફરાતફરી જોવા મળી રહી છે. આ દરમિયાન ક્રિપ્ટોકરન્સી Terra વિશ્વની ટોપ 10 ક્રિપ્ટોકરન્સીઝમાં સ્થાન મેળવી ચૂકી છે. તેનું માર્કેટ કેપ 26 અબજ ડોલરની નજીક છે અને ડોગીકોઇન, શિબા ઇનુ, એવલાન્સ, પોલીગોન અને ક્રિપ્ટો.કોમ કોઇનથી આગળ નીકળી ચૂકી છે. ટૂંક સમયમાં તે પોલ્કાડોટને પણ પાછળ છોડે તેવી સંભાવના છે.

 

છેલ્લા એક વર્ષમાં ટેરા ક્રિપ્ટોકરન્સી 15,000 ટકાથી વધારે વધી છે. એક વર્ષ પહેલા તેની કિંમત અડધા ડોલરથી પણ ઓછી હતી, પરંતુ તે 75.56 ડોલરના ઓલ ટાઇમ હાઇ પર પહોંચી ચૂકી છે. આ વર્ષે તેમાં 12,000 ટકાની તેજી આવી છે. એટલે કે જો 1 જાન્યુઆરી, 2021એ તેમાં 10,000 રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હોય તો આજે તેને વેલ્યુ 12,00,000 રૂપિયા હોત.

 

આ ક્રિપ્ટો 68-70 ડોલર પર ટ્રેડ કરી રહી હતી. જાણકારોના કહેવું છે કે, આવનારા દિવસોમાં તેમાં હજુ તેજી આવી શકે છે.

 

બીજી તરફ સૌથી જૂની અને લોકપ્રિય ક્રિપ્ટોકરન્સી બિટકોઇન 1.62 ટકાના ઘટાડા સાથે 50,232 ડોલર પર ટ્રેડ કરી રહી હતી. વિશ્વની બીજી સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી ઇથેરિયમ પણ 0.87 ટકાના ઘટાડા સાથે 4317 ડોલર પર હતી.