Site icon Revoi.in

કેન્દ્ર કર્મચારીઓ-પેન્શનરો માટે સારા સમાચાર, DAના બાકી ત્રણ હપ્તા જુલાઇથી ચૂકવાશે

Social Share

નવી દિલ્હી: કેન્દ્ર સરકારના કર્મચારીઓ તેમજ પેન્શનરો માટે સારા સમાચાર છે. નાણા મંત્રાલયે આજે ખાતરી આપી હતી કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના ડીએના બાકી ત્રણ હપ્તા જુલાઇથી ચૂકવવામાં આવશે. નાણા મંત્રાલય અનુસાર કેન્દ્ર સરકારના કર્મચારીઓ તેમજ પેન્શનરોને 1-1-2020, 1-7-2020 તેમજ 1-01-2021 એમ ડીએના કુલ ત્રણ હપ્તા ચૂકવવાના બાકી છે.

આપને જણાવી દઇએ કે હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ તેમજ પેન્શનરોને 17 ટકા ડીએ ચૂકવવામાં આવે છે. સરકારે ગત વર્ષે એપ્રિલમાં નિર્ણય લીધો હતો કે, જૂન 2021 સુધી સરકારી કર્મચારીઓ તેમજ પેન્શનરોના ડીએમાં વધારો કરવામાં આવશે નહીં.

સમાન્યપણે કેન્દ્ર સરકાર પોતાના કર્મચારીઓ અને પેન્શનરોના ડીએમાં વર્ષમાં બે વાર જાન્યુઆરી તેમજ જુલાઇમાં વધારો કરે છે. જો કે કોરોના વાઇરસ મહામારીને ધ્યાનમાં રાખીને ગત વર્ષે એપ્રિલમાં જૂન, 2021 સુધી ડીએમાં વધારો નહીં કરવાનો નિર્ણય લીધો હતો.

કોરોના મહામારી અગાઉ સરકારે ડીએ 4 ટકા વધારી 21 ટકા કરવાનો નિર્ણય લીધો હતો અને તેનો અમલ 1-1-20થી થવાનો હતો પરંતુ કોરોના મહામારી શરૂ થઇ જતા આ હપ્તો ચૂકવાવનો મોકૂફ રાખવામાં આવ્યો હતો. જે આજ સુધી ચૂકવવામાં આવ્યો નથી. એટલે કે ડીએના કુલ ત્રણ હપ્તા ચૂકવવાના થાય છે.

રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં નાણા મંત્રાલયના રાજ્ય કક્ષાના પ્રધાન અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે છેલ્લા દોઢ વર્ષમાં ડીએમાં વધારો નહીં કરીને સરકારે 37,43.08 કરોડ રૂપિયા બચાવ્યા છે. જેનો ઉપયોગ કોરોના મહામારી સામે લડવામાં કરવામાં આવ્યો છે.

(સંકેત)