Site icon Revoi.in

ભારતમાં ઑક્ટોબરમાં રોજગારી સર્જનથી વિપરિત સ્થિતિ, 54 લાખ લોકોએ નોકરી ગુમાવી

Social Share

નવી દિલ્હી: દેશમાં કોરોનાની અસર હવે હળવી થઇ રહી છે ત્યારે દેશમાં આર્થિક ગતિવિધિઓ ફરીથી પાટે આવી છે. વેપાર ધંધા રાબેતા મુજબ થયા છે. જો કે વચ્ચે એક પણ એક વિપરિત આંકડાઓ જોવા મળી રહ્યા છે જે અનુસાર દેશમાં ઑક્ટોબર માસમાં 54 લાખથી વધુ લોકોએ નોકરી ગુમાવવી પડી છે.

દેશમાં ઔપચારિક અને અનૌપચારિક બંને ક્ષેત્રોમાં કામ કરતા ઓછામાં ઓછા 54.6 લાખ ભારતીયોએ નોકરી ગુમાવી છે. સેન્ટ્રલ ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીએ આ જાણકારી આપી છે. આ આંકડાઓ દર્શાવે છે કે જોબ માર્કેટમાં નવી ભરતીઓ વધી રહી છે પરંતુ બીજી બાજુ શ્રમ બજારમાં લોકો નોકરી ગુમાવી રહ્યાં છે. ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, છૂટક વેપાર અને શિક્ષણ ક્ષેત્રે રોજગાર સર્જનની સંખ્યાએ એકંદરે નોકરીમાં આંશિક ઘટાડો થયો છે.

ઑક્ટોબરમાં રોજગારી મેળવતા લોકોની સંખ્યા 40.07 કરોડ હતી, જે સપ્ટેમ્બરમાં નોંધાયેલ 40.62 કરોડથી ઓછી છે. શ્રમ દળનો ભાગીદારી દર અને રોજગારી દર બંને સપ્ટેમ્બરની તુલનામાં ઑક્ટોબરમાં ઘટ્યા હતા. નેશનલ લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ સપ્ટેમ્બરમાં 40.66 ટકા હતો, તે ઑક્ટોબરમાં ઘટીને 40.41 ટકા થયો છે.

શહેરોમાં વેપાર-ધંધા ફરીથી પાટે આવતા ઑક્ટોબરમાં 7.12 લાખ નવી રોજગારીનું સર્જન થયું છે. પરંતુ ગ્રામીણ ભારતમાં ઔપચારિક અને અનૌપચારિક નોકરીઓમાં 60 લાખથી વધુ કામદારો ઘટ્યા છે. સપ્ટેમ્બર મહિનાની તુલનાએ ઓક્ટોબરમાં ઔદ્યોગિક ક્ષેત્રમાંથી લગભગ 70 લાખ લોકો બહાર થયા છે, જેનું કારણ રિયલ એસ્ટેટ ક્ષેત્રે રોજગારીમાં ઘટાડો છે.