Site icon Revoi.in

આવી કમાણીની મોટી તક, આ સપ્તાહે આવી રહ્યા છે આ કંપનીના IPO

Social Share

નવી દિલ્હી: શેરબજારમાં હમણાં આઇપીઓની મોસમ ખીલી છે. અનેક કંપનીઓ પોતાના આઇપીઓ લાવી રહી છે. હવે આ સપ્તાહે પણ અનેક આઇપીઓ આવી રહ્યા છે. જેમાં બંપર કમાણીની તક છે. ગઇકાલે ત્રણ નવા આઇપીઓ આવ્યા છે જેમાં મેડપ્લસ હેલ્થ સર્વિસીઝ, ડેટા પેટર્ન્સ ઇન્ડિયા અને એચપી અધેસિવ્સ ઇન્ડિયા સામેલ છે.

આજે જો તમે આઇપીઓ ભરવા માંગતા હોવ તો મેપ માય ઇન્ડિયામાં આજે બોલી લગાવવાનો અંતિમ દિવસ છે. આ આઇપીઓની સાઇઝ 1,040 કરોડ રૂપિયા છે. કંપનીના શેર્સ 22 ડિસેમ્બરના રોજ શેરબજારમાં લિસ્ટેડ થશે.

મેટ્રો બ્રાન્ડ્સનો આઈપીઓ 10 ડિસેમ્બરે ખુલ્યો હતો અને તેના પર 14 ડિસેમ્બર સુધી બોલી લગાવી શકાય છે. તેનો આકાર 1,367 કરોડ રૂપિયા છે. જેનું લિસ્ટિંગ 22 ડિસેમ્બરે થઈ શકે છે.

બીજી તરફ દેશની અગ્રણી ફાર્મા રિટેલર કંપની મેડપ્લસ હેલ્થનો આઇપીઓ આજે એટલે કે 13 ડિસેમ્બરના રોજ ખુલી રહ્યો છે. જેના પર 15 ડિસેમ્બર સુધી બોલી લગાવી શકાય છે. જેનું લિસ્ટિંગ 23 ડિસેમ્બરે થઇ શકે છે.

બીજી તરફ અન્ય આઇપીઓમાં એચપી એડેસિવ ઈન્ડિયા (HP Adhesives)નો આઈપીઓ 15 ડિસેમ્બરે ખુલશે. કંપનીના ઈસ્યુનો આકાર 126 કરોડ રૂપિયા છે. જેનું લિસ્ટિંગ 27 ડિસેમ્બરે થઈ શકે છે.

આજે ટેગા ઈન્ડસ્ટ્રીઝ (Tega Industries)ના આઈપીઓનું લિસ્ટિંગ થઈ શકે છે. કંપનીનો આઈપીઓ 1થી 3 ડિસેમ્બર સુધી ખુલ્યો હતો.