Site icon Revoi.in

ડિજીટલ ઇન્ડિયા, સપ્ટેમ્બરમાં UPI દ્વારા થયા રૂ.3.29 લાખ કરોડના રેકોર્ડબ્રેક ટ્રાન્ઝેક્શન

Social Share

નવી દિલ્હી:  મોદી સરકારના ડિજીટલ ઇન્ડિયાના સંકલ્પ હેઠળ કેશલેસ ટ્રાન્ઝેક્શન દેશમાં વધી રહ્યા છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ સપ્ટેમ્બર મહિનામાં યુપીઆઇ દ્વારા લેવડ-દેવડની સંખ્યા 1.8 અરબ અને મૂલ્યના હિસાબે લેવડ દેવડ 3 લાખ કરોડની પાસે પહોંચી ગઇ છે.

કોવિડ-19 મહામારીને કારણે યુપીઆઇનો ઉપયોગ મોટા પ્રમાણમાં ઓફલાઇન અને ઓનલાઇન ક્ષેત્રમાં થયો. લોકો રોકડના ઉપયોગને ટાળવા લાગ્યા છે અને UPIના માધ્યમથી લેવડદેવડ કરવાનું પસંદ કરી રહ્યા છે. યુપીઆઇથી મોટા ભાગે 200 થી 300 રૂપિયા સુધીની લેવડદેવડ થઇ છે.

ગત મહિને UPIથી 1.61 અરબની લેવડદેવડ થઇ. જેનું મૂલ્ય 2.98 લાખ કરોડ રૂપિયા હતું. UPIની લેવડદેવડ હવે તહેવારોની મોસમમાં વધશે, આ રીતે ડિસેમ્બરના ત્રિમાસિક ગાળામાં યુપીઆઇ ટ્રાન્ઝેક્શન 2 અરબ સુધી પહોંચવાનું અનુમાન છે અને વર્ષ 2021 સુધીમાં 2.15 અરબ થવાનું અનુમાન છે.

નોંધનીય છે કે, ઉદ્યોગ જગતના લોકોનું કહેવુ છે કે યુપીઆઇ પી2પી સેગ્મેન્ટ અને પર્સન ટુ મર્ચેન્ટ સેગમેન્ટમાં વધી રહ્યુ છે.એટલા માટે સંખ્યાના હિસાબે યુપીઆઇ ખુબ ઝડપથી વધી રહ્યુ છે.પરંતુ મુલ્યના હિસાબે લેવળ દેલળ હજુ ઓછુ છે.મોટી રકમના સેગમેન્ટમાં હજુ પણ ક્રિડિટ કાર્ડનો દબદબો છે.જેમાં દરેક દેવળ દેવળમા મોટી ચુકવણી થઇ છે.

(સંકેત)