Site icon Revoi.in

ભારતીય શેરબજારની તેજીનો પરપોટો ગમે ત્યારે ફૂટી શકે, વોરેન બફેટ ઇન્ડિકેટર આપી રહ્યું છે આ સંકેત

Social Share

મુંબઇ: ભારતમાં કોરોનાની બીજી લહેરની અસર ઓસર્યા બાદ જીડીપી ગ્રોથમાં રિકવરી જોવા મળી રહી છે, પરંતુ ભારતના શેરબજારમાં જોવા મળી રહેલી તેજી જીડીપીની જે રિકવરી છે તેની ગતિ જોડે મેચ નથી થતી. કોવિડ-19ની ત્રીજી લહેરની આશંકા અને કંપનીના પરિણામોને લીધે શેરબજારમાં જોવા મળી રહેલો તેજીનો પરપોટો ખતરનાક સંકેત તરફ ઇશારા કરી રહ્યું છે.

ભારતના શેરબજારના એક્સપર્ટનું કહેવું છે કે, ભારતની જીડીપી ગ્રોથની રિકવરી અને શેરબજારની તેજીની સરેરાશને જોતા એ સમજાય છે કે, શેરબજારમાં જે તેજી જોવા મળી રહી છે, તે જીડીપી ગ્રોથ અને કંપનીઓની કમાણીની તુલનાએ વધુ છે, જે એ સંકેત આપે છે કે આગામી સમયમાં શેરબજારમાં મોટો કડાકો બોલી શકે છે.

ભારતના શેર્સનું મૂલ્યાંકન અને તેની દ્રષ્ટિએ માર્કેટ કેપિટલાઈઝેશન ભારતના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ રેશિયો સાથે મેચ નથી થઈ રહ્યું. ઐતિહાસિક સરેરાશની સરખામણીમાં એ ઘણી ઝડપથી વધી રહ્યું છે. દુનિયાના દિગ્ગજ રોકાણકાર વોરેફ બફેટના ઈન્ડિકેટર મુજબ, કોઈ દેશના શેરબજારની સાચી વેલ્યુને આંકવાની આ ઘણી સારી રીત છે. શેર્સનું વેલ્યુએશન અને ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટનો રેશિયો કોઈ દેશની અર્થવ્યવસ્થાની યોગ્ય તસવીર પણ રજૂ કરે છે.

વોરેફ બફેટ ઈન્ડિકેટર મુજબ, ભારતમાં જીડીપી અને માર્કેટ કેપનો રેશિયો 104 ટકા છે. ભારતમાં તેની ઐતિહાસિક સરેરાશ 79% રહી છે. વોરેન બફેટ ઈન્ડિકેટર મુજબ, આ સરેરાશ માટે કોઈ દેશના ટોટલ માર્કેટ કેપને ન્યૂમેરેટર મનાય છે અને જીડીપીને ડિનોમિનેટર મનાય છે. વિશ્લેષકો મુજબ, તેનો અર્થ છે કે, ભારતીય ઈક્વિટીનું વેલ્યુએશન ઘણું વધી ગયું છે અને જીડીપી ગ્રોથ અને કંપનીઓની કમાણીમાં રિકવરીની સ્પીડ ધીમી છે.