Site icon Revoi.in

ઑગસ્ટ IPO માટે અપશુકનિયાળ રહ્યો, નબળાં લિસ્ટિંગથી રોકાણકારોને નુકસાન

Social Share

મુંબઇ: આ વર્ષે બજારમાં આવેલા IPOમાં કેટલાકમાં રોકાણકારોએ તગડી કમાણી કરી છે તો કેટલાકમાં રોકાણકારોને નિરાશા સાંપડી છે. પ્રાઇમરી માર્કેટમાં જોવા મળી રહેલી તેજીને અવસરમાં ફેરવીને અનેક કંપનીઓ પોતાના IPO લાવી ચૂકી છે અને અનેક હેતુસર મૂડી એકત્ર કરી રહી છે. જો કે કેટલીક કંપનીઓને પ્રાઇમરી માર્કેટમાં વળતા પાણીની સ્થિતિ પણ જોવા મળી છે.

ખાસ કરીને કંપનીઓ માટે ઑગસ્ટ મહિનો અપશુકનિયાળ સાબિત થયો છે. આઠ કંપનીઓએ જે અત્યારસુધી IPO લાવ્યા છે તેમાંથી 6 કંપનીઓના શેર્સ અત્યારે ખોટમાં ચાલી રહ્યા છે. રોલેક્સ રિંગ્સ, કારટ્રેડ ટેક, ગ્લેનમાર્ક લાઇફ સાયન્સ અને કૃષ્ણા ડાયગ્નોસ્ટિક્સના શેર 46 રૂપિયાથી 210 રૂપિયા સુધીના નુકસાનમાં છે.

ગઈકાલે લિસ્ટેડ થયેલ એપ્ટ્સ વેલ્યુ હાઉસિંગ ફાઇનાન્સનો શેર પ્રથમ દિવસે જ 25થી 50 રૂપિયા સુધીના નુકશાનમાં રહ્યો હતો.ગત અઠવાડિયે કૃષ્ણા ડાયગ્નોસ્ટિકસ અને વિંડલાસ બાયોટેક સાથે જ લિસ્ટેડ થનાર દેવયાની ઇન્ટરનેશનલ અને એકસારો ટાઇલ્સ જ ફક્ત એવા શેર છે જે આ મહિને સામાન્ય વધ્યા છે.

લિસ્ટેડ પબ્લિક ઑફરિંગ પ્રાઇઝે અપેક્ષાઓને ખોટી સાબિત કરી છે તેમજ ઘણા રોકાણકારોને ચોંકાવ્યા પણ છે. જો કે આમ છતાં જો HNIએ આ વર્ષે તમામ IPOમાં રોકાણ કર્યું હશે તો તે ફાયદામાં રહેશે.