અનિયમિતતાના આરોપ બાદ હવે વર્લ્ડ બેંક ઇઝ ઑફ ડુંઇગ બિઝનેસ રિપોર્ટ પ્રકાશિત નહીં કરે
- અનિયમિતતાના આરોપો બાદ વર્લ્ડ બેંકે લીધો મોટો નિર્ણય
- હવે ઇઝ ઑફ ડુંઇગ બિઝનેસ રિપોર્ટ પ્રકાશિત નહીં કરે
- હવે ઇઝ ઑફ ડુંઇગ બિઝનેસ રિપોર્ટ પ્રકાશિત નહીં થાય
નવી દિલ્હી: ચીનનું રેન્કિંગ વધારવા માટે ચીન દ્વારા વર્લ્ડ બેંક પર 2017માં દબાણ કરવામાં આવ્યું હતું અને કેટલીક અનિયમિતતાની પણ તપાસ કરવામાં આવી હતી. હવે અનિયમિતતાના આરોપો બાદ વર્લ્ડ બેંક ગ્રુપે વિવિધ દેશોમાં રોકાણના માહોલ અંગેના તેના ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ રિપોર્ટને પ્રકાશિત કરવાનું બંધ કરવાનો નિર્ણય કર્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર વર્લ્ડ બેંકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ગત સમીક્ષાઓના નિષ્કર્ષ, ઓડિટ અનેં બેંકના કાર્યકારી બોર્ડ ઑફ ડાયરેક્ટર્સ તરફથી આજે જારી રિપોર્ટ સહિત ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ પર ઉપલબ્ધ તમામ માહિતીઓની સમીક્ષા બાદ વર્લ્ડ બેંક મેનેજમેન્ટે ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ રિપોર્ટ બંધ કરવાનો નિર્ણય લીધો છે.
નિવેદનમાં વધુમાં ઉમેર્યું છે કે, ગ્રુપ, વિકાસમાં ખાનગી ક્ષેત્રની ભૂમિકાઓને આગળ વધારવા અને સરકારનો સમર્થન આપવા માટે પ્રતિબદ્વ છે.
નોંધનીય છે કે, વિશ્વ બેંકે એવું પણ ઉમેર્યું હતું કે, હવે અમે બિઝનેસ તેમજ રોકાણના માહોલનું મૂલ્યાંકન કરવા માટે નવા અભિગમ પર કામ કરીશું. અમે અમારા કર્મચારીઓના પ્રયાસો માટે તેઓને આભારી છીએ જેમણે બિઝનેસ ક્લાયમેટ એજન્ડાને આગળ વધારવા માટે ખંતપૂર્વક કામ કર્યું છે.