1. Home
  2. ગુજરાતી
  3. ઇન્દ્રનિલ પાનની યસ બેંકના ચીફ ઇકોનોમિસ્ટ તરીકે નિમણૂક

ઇન્દ્રનિલ પાનની યસ બેંકના ચીફ ઇકોનોમિસ્ટ તરીકે નિમણૂક

0
Social Share
  • યસ બેંકના ચીફ ઇકોનોમિસ્ટ તરીકે ઇન્દ્રનિલ પાનની નિમણૂક
  • તેઓ ઇકોનોમિક રિસર્ચ અને ક્લાયન્ટ એંગજમેન્ટ તથા એડવાઇઝરીમાં 30 વર્ષથી વધારેનો વ્યાપક અનુભવ ધરાવે છે
  • તેઓએ IDFC ફર્સ્ટ બેંક લિમિટેડ, કોટક મહિન્દ્રા જેવી અગ્રણી બેંકોમાં કામ કર્યું છે

નવી દિલ્હી: હવે ઇન્દ્રનિલ પાન યસ બેંકના ચીફ ઇકોનોમિસ્ટ તરીકે કાર્ય કરતા જોવા મળશે. યસ બેંકે તાજેતરમાં તેની આ પદે નિમણૂક કરી છે. ઇન્દ્રનિલ બેંકના ઇકોનોમિક ઇન્ટેલિજન્સ યુનિટ બિઝનેસ ઇકોનોમિક બેંકિંગ ફંકશનનું નેતૃત્વ કરશે. તેઓ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે મેક્રોઇકોનોમિક ઘટનાઓને આધારે બેંક માટે રણનીતિક અને નીતિગત સ્તરે ઇનપુટ પ્રદાન કરવામાં મહત્વની ભૂમિકા નિભાવશે.

અનેકવિધ અગ્રણી બેંકોમાં કામનો અનુભવ

તેમના અનુભવ પર નજર કરીએ તો તેઓ ઇકોનોમિક રિસર્ચ અને ક્લાયન્ટ એંગજમેન્ટ તથા એડવાઇઝરીમાં 30 વર્ષથી વધારેનો વ્યાપક અનુભવ ધરાવે છે. તેઓએ IDFC ફર્સ્ટ બેંક લિમિટેડ, કોટક મહિન્દ્રા જેવી અગ્રણી બેંકોમાં ગ્રૂપ ચીફ ઇકોનોમિસ્ટ તરીકે કામ કર્યું છે. તેઓ કોટક મહિન્દ્રા કેપિટલ, ક્રિસિલ, બિઝનેસ ઇન્ડિયા મેગેઝિન સાથે પણ સંકળાયેલા છે.

આ નિમણૂક પર યસ બેંકના એમડી અને સીઇઓ પ્રશાંત કુમારે કહ્યું હતું કે, “અમે યસ બેંકમાં ઇન્દ્રનિલને ચીફ ઇકોનોમિસ્ટ તરીકે બિઝનેસ ઇકોનોમિક બેંકિંગ ફંકશનનું નેતૃત્વ કરવા માટે આવકારીએ છીએ. અમે ગયા વર્ષે મજબૂત મેનેજમેન્ટ અને વહીવટની કામગીરી સાથે અમારી લાયાબિલિટીઝ ફ્રેન્ચાઇઝ અને બિઝનેસની એસેટ-સાઇડને મજબૂત કરવા પરિવર્તનકારક સફર શરૂ કરી હતી. આગળ જતા આ સફરમાં બેંક મેક્રોઇકોનોમિક્સ રિસર્ચ, ક્લાયન્ટ એડવાઇઝરી સંબંધિત નીતિગત બાબતોના ક્ષેત્રોમાં થોટ લીડરશિપ દ્વારા કામગીરીને વેગ પ્રદાન કરવા ઇન્દ્રનિલની કુશળતાનો ઉપયોગ કરીશું.”

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code