- તમે 769 રૂપિયાનો ગેસ સિલિન્ડર માત્ર 69 રૂપિયામાં મેળવી શકો છો
- આ માટે તમારે મોબાઇલમાં પેટીએમ એપ્લિકેશન હોવી જરૂરી છે
- અહીંયા આપેલા સ્ટેપ્સ ફોલો કરીને તમે 700 રૂપિયા સુધીનું કેશબેક મેળવી શકો છો
નવી દિલ્હી: દેશમાં મોંઘવારી સતત વધી રહી છે. સરકારે છેલ્લા અનેક સમયથી સબ્સિડી પણ બંધ કરી દીધી છે. હાલમાં જ સરકારે એલપીજીના ભાવમાં 50 રૂપિયાનો વધારો કર્યો છે. ત્યારબાદ સબ્સિડી વગરના 14.2 કિલોગ્રામના એલપીજી સિલિન્ડરની કિંમત વધીને 769 રૂપિયા થઇ ગઇ છે. આ મહિને ગેસ સિલિન્ડરની કિંમતોમાં આ બીજી વાર વધારો કરાયો છે. રાંધણ ગેસના ભાવ પહેલા 25 રૂપિયા અને બાદમાં 50 રૂપિયા વધારાયો છે. પરંતુ હવે તમે આ મોંઘા સિલિન્ડરને માત્ર 69 રૂપિયામાં ખરીદી શકો છો. ચોંકી ગયા ને?, જી હા પણ આ શક્ય છે. અહીંયા વાંચો તમે કઇ રીતે લાભ ઉઠાવી શકો છો.
આવી રીતે ઉઠાવો ઓફરનો લાભ
Step-1: જો આપના ફોનના Paytm App નથી તો પહેલા તેને ડાઉનલોડ કરો.
Step-2: હવે ફોન પર પેટીએમ ખોલો.
Step-3: ત્યારબાદ ‘recharge and pay bills’ પર જાઓ.
Step-4: હવે ‘book a cylinder’ (બુક એ સિલિન્ડર) ઓપ્શન ખોલો.
Step-5: ભારત ગેસ, એચપી ગેસ કે ઇન્ડેન પૈકી પોતાના ગેસ પ્રોવાઇડરની પસંદગી કરો.
Step-6: રજિસ્ટર્ડ મોબાઇલ નંબર કે પોતાનો LPG ID નોંધાવો.
Step-7: ત્યારબાદ આપને પેમેન્ટ ઓપ્શન જોવા મળશે.
Step-8: હવે પેમેન્ટ કરતાં પહેલા ઓફર પર ‘FIRSTLPG’ પ્રોમો કોડ નાખો
તમારે આ ઓફરનો લાભ મેળવવા માટે મોબાઇલમાં પેટીએમ એપ ડાઉનલોડ કરવી પડશે. તમે એપ ડાઉનલોડ કર્યા બાદ પોતાનો એલપીજી સિલિન્ડર બુક કરીને 700 રૂપિયા સુધીના કેશબેક મેળવી શકો છો. દેશના મોટાભાગના વિસ્તારોમા જ્યારે એલપીજી સિલિન્ડર 700 થી 770 વચ્ચે મળે છે ત્યારે તમે પેટીએમની કેશબેક ઓફરથી માત્ર 69 રૂપિયામાં ગેસ સિલિન્ડર ખરીદી શકો છો.
(સંકેત)